પારડી તા.પં.ના પ્રમુખ કિન્નરીબેન પટેલ અને ઉપપ્રમુખ હિરેન પટેલની બિનહરીફ વરણી
- byDamanganga Times
- 25 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૪ ઃ પારડી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની ૨૨માંથી ૨૨ બેઠકમાં ઐતિહાસિક વિજય મળ્યા બાદ તા.૨૩મી મેના રોજ પ્રમુખ તરીકે કિન્નરીબેન હિતેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હિરેનભાઈ પટેલ તથા કારોબારી અધ્યક્ષ તરીકે હેમલતાબેન ટંડેલ શાસક પક્ષના નેતા તરીકે નયનભાઈ મનુભાઈ દેસાઈ અને દંડક તરીકે શૈલેષભાઈ ભોળાભાઈ પટેલની બિનહરી વરણી કરવામાં આવી હતી. અહીં તાલુકા પંચાયતના સભાખંડમાં ચૂંટણી અધિકારી, ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી નીરવ પટેલની અધ્યક્ષતામાં ટીડીઓ ભગોરાની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપ-પ્રમુખની વિધિવત ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણીઓમાં નિરવભાઈ પટેલઍ પ્રમુખ તરીકે ઍકમાત્ર કિન્નરીબેન હિતેશભાઈ પટેલનું નામ અંગેનું ફોર્મ ભરવામાં આવ્યું હોય અને અન્ય કોઈ વ્યક્તિઍ ફોર્મના ભર્યો હોય જેથી કિન્નરીબેન હિતેશભાઈ પટેલને બિનહરીફ પ્રમુખ તરીકે વિજેતા જાહેર કર્યા હતાં. જ્યારે ઉપપ્રમુખ તરીકે માત્ર હિરેનભાઈ પટેલનો નામ આવતા ઍમને પણ બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતાં. આ પહેલા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી પ્રદેશ યુવા કોસા અધ્યક્ષ ધ્રુવીન ભંડારી જિલ્લા મંત્રી મેઘનાથ ડાંગ અને વલસાડ શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગ ભગત જિલ્લા યુવા મહામંત્રી કેવિન પટેલ પાર્ટીનો મેન્ટેન લઈને આવ્યા હતાં અને મેન્ડેડ પ્રમાણે જ તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈઍ પ્રમુખ તરીકે કિન્નરીબેન હિતેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હિરેનભાઈ પટેલની નિમણૂંક થયા બાદ કારોબારી અધ્યક્ષ તરીકે હેમલતાબેન ટંડેલ શાસક પક્ષના નેતા તરીકે નયનભાઈ મનુભાઈ દેસાઈ દંડક તરીકે શૈલેષભાઈ ભુલાભાઈ પટેલની જાહેર મેન્ટેડ પ્રમાણે જાહેરાત કરી હતી અને તમામને અભિનંદન આપી પારડીની જાહેર જનતાનો પ્રચંડ વિજય અપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉમરસાડી જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય પ્રજ્ઞેશભાઈ ભંડારી, સુખેશ બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય નરેશભાઈ પટેલ, માજી ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ, તાલુકા સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, ચૂંટણી કન્વીનર શંકરભાઈ પટેલ સાથે ભાજપના વરિષ્ઠ નેતા ગોવિંદભાઈ પટેલ, ભાજપના તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ખુશ્બુબેન ટંડેલ સાથે વિવિધ ગામના સરપંચો ભાજપના તમામ ૨૨ સદસ્યો તાલુકા પંચાયતના કર્મચારીઓ અને તાલુકાના નાગરિકો ઉપસ્થિત રહ્ના હતાં. તમામ લોકોઍ નવા ચૂંટાયેલા પ્રમુખો, કારોબારી અધ્યક્ષ તમામ હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતાં અને શુભકામનાઓ આપી હતી. નવા ચૂંટાયેલા પ્રમુખ કિન્નરીબેન હિતેશભાઈ પટેલે રસ્તા, પાણી, આવાસ સાથે વિવિધ પ્રજાલક્ષી વિકાસના કામો દરેક સભ્ય સાથે મળીને પાર્ટીની ગાઇડલાઇન મુજબ કરવામાં આવશે. પ્રજાજનોના દરેક પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે ઍવી આશા વ્યક્ત કરી છે.
