વાપી ક્લિન ઓફ ગ્રુપ દ્વારા સ્વચ્છતા અભિયાન શરુ કરાયું
- byDamanganga Times
- 25 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપીમાં લોકો લોકોને સ્વચ્છતા તેમજ પર્યાવરણ જાગૃતિ અને પોતાનો વિસ્તાર સાફ-સફાઈ રાખવા માટે જાગૃતિ થાય તે અંતર્ગત ક્લિન ઓફ વાપી ટીમ દ્વારા દર રવિવારે ઍક કલાક ડ્રાઇવનું આયોજન કરાય છે જે અંતર્ગત આજે વાપી કોપરલી રોડ ઉપર આવેલ શ્યામજી કૃષ્ણ ચોકની પ્રતિમાની સાફ-સફાઈ કરાઈ વાપી મહાનગરપાલિકા તેમજ ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં રહેતા લોકોમાં સ્વચ્છતા તથા પર્યાવરણમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી મૂળ નવસારી સુરતના યુવાન હેમંત પાટીલ અને તેમની ટીમ દ્વારા વાપીમાં ક્લીન અપ ડ્રાઈવ કરવાના ઈરાદા સાથે વાપીમાં છેલ્લા ચાર રવિવારથી વાપી પંથકમાં આવેલ મુખ્ય ચાર રસ્તા તેમજ મહત્વના જંકશન પોઇન્ટ તેમજ મહાનુભવોની પ્રતિમા તથા ડિવાઈડર અને ખુલ્લા મેદાનમાં સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ટીમમાં હાલમાં વાપીના ૧૫થી ૧૮ જેટલા યુવાનો જોડાયા છે. અહીં તેઓ દર રવિવારે ઍક કલાકનું ક્લીન અપનું આયોજન કરે છે જે અંતર્ગત આજે રવિવારે સવારે ૧૦ઃ૩૦ કલાકે વાપીના કોપરલી ચાર રસ્તા પેપી લોન હોટલ સામે આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા ચોકની અને શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાની સાફ સફાઈ કરી ક્લિનઅપ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ક્લીન અપ ઓફ વાપી ટીમના પ્રમુખ તેમજ મુખ્ય હેમંતભાઈ પાટીલ અને તેમને વાપીની જાણીતી ઍનજીઓ તેમજ સંસ્થાઓ દ્વારા સહયોગ કરાતા આ કાર્ય કરવામાં આવે છે જેને લઇ વાપીના અનેક સ્થળે આ ક્લિન અપ ઓફ વાપીની પ્રવૃત્તિ જોઈ સ્થાનિક લોકોમાં પણ જાગૃતિ આવે તે મુખ્ય ઉદ્દેશથી આ કાર્ય કરવામાં આવે છે.
