Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ તા.પં. પ્રમુખ પદે કિશોર પટેલ અને ઉપપ્રમુખ હસુમતીબેન ટંડેલ વરાયા

વલસાડ તા.પં. પ્રમુખ પદે કિશોર પટેલ અને ઉપપ્રમુખ હસુમતીબેન ટંડેલ વરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ   કિશોરભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે  હસુમતીબેન ટંડેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ અને  ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષ પણ હેઠળ યોજાઇ હતી.

 વલસાડ તાલુકા પંચાયતની ૩૨ બેઠકોમાંથી ૩૧ બેઠક ભાજપ અને ઍક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી. તાલુકા પંચાયત પ્રમુખ પદ અઢી વર્ષના પ્રમુખ પદ માટે ઓબીસી પુરુષની હોવાથી પ્રમુખ પદ માટે મગોદ ડુંગળી બેઠક પરથી ચૂંટાયેલા કિશોરભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કિશોર પટેલ અને ઉપપ્રમુખ હસુમતીબેન ટંડેલના  નામનો મેન્ડેડ આપવામાં આવ્યો હતો. વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી વલસાડ તાલુકા પંચાયત સભા ગૃહમાં પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલની અધ્યક્ષ પણ હેઠળ ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદ માટે કિશોરભાઈ પટેલ ઍકમાત્ર ઉમેદવારી નોંધાવી હતી. જોકે પ્રમુખ પદ માટે કિશોરભાઈ નું નામની દરખાસ્ત સમીરભાઈ દેસાઈઍ મૂકી હતી. પ્રમુખની ચૂંટણી માટે પ્રાંત અધિકારી વિમલ પટેલે હાજર રહેલા સભ્યોને મતદાન કરવા કહેતા ભાજપના ચૂંટાયેલા ૩૧ અને અપાત મહિલા સભ્ય સહિત ૩૨ સભ્યોઍ કિશોરભાઈ ને  મત માટે આંગળી ઊંચી કરી હતી.

 જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાવેશ અશોક પટેલે દરખાસ્ત કરતા ઉપપ્રમુખ હસુમતી ટંડેલને અપક્ષ સભ્ય સહિત  ૩૨ સભ્યોઍ  આંગળી ઊંચી કરી હતી. તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ  મહેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા  મુકેશભાઈ પટેલ  અને દંડક  કિન્નરીબેન પટેલને સર્વાનું મતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ જિલ્લા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતા. વલસાડ તાલુકા પંચાયતની આ નવી ટીમને વલસાડ ડાંગ સાંસદ  ધવલ પટેલ તેમજ પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. સાંસદ અને વરિષ્ઠ નેતાઓઍ તમામ પદાધિકારીઓને આગામી સમયમાં લોકઉપયોગી અને જનહિતના કાર્યો કરવા માટે હાર્દિક શુભેચ્છાઓ આપી હતી. નવી દ્રષ્ટિ અને નવા ઉત્સાહ સાથે કાર્યભાર સંભાળનારી આ નવી ટીમ આગામી સમયમાં વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યો અને સરકારી યોજનાઓને છેવાડાના માણસ સુધી પહોંચાડીને વિકાસને વધુ ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.