સેલવાસમાં ધોડિયા સમાજ ગૌરવ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
- byDamanganga Times
- 25 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા.૨૪ ઃ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન દ્વારા ધોડિયા ગૌરવ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી પરંપરા, ભાષા-બોલી અને સંસ્કૃતિના જતન તેમજ સમાજમાં ઍકતા અને જાગૃતિ લાવવા હેતુથી યોજાયેલા આ મહોત્સવે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને વડીલોને ઍક મંચ પર ઍકત્રિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિના રંગોથી રંગાઈ ગયો હતો.
કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર મુખ્ય ઉપસ્થિત રહ્ના હતા. તેમણે પોતાના સંબોધનમાં સમાજની ઍકતા, શિક્ષણ અને પરંપરાગત સંસ્કૃતિ જાળવવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ રાષ્ટ્રીય આદિવાસી નેતા પ્રદિપભાઈ ગરસિયાઍ આદિવાસી સમાજના હક્કો, વિકાસ અને સંગઠિત શક્તિ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં.
મહોત્સવ દરમિયાન આદિવાસી પરંપરાગત પહેરવેશનું વિશેષ આકર્ષણ રહ્નાં હતું. યુવક-યુવતીઓ અને મહિલાઓઍ પરંપરાગત વેશભૂષામાં લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. કાર્યક્રમમાં પરંપરાગત ઙ્કતુરઙ્ખની હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા સ્પર્ધકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તુરના નાદ સાથે સમગ્ર વાતાવરણ આદિવાસી ગૌરવ અને સંસ્કૃતિના રંગમાં રંગાઈ ગયું હતું.
આ પ્રસંગે દાદરા નગર હવેલી, ગુજરાત અને મહારાષ્ટ્રના ધોડિયા સમાજ આગેવાનો દ્વારા આદિવાસી પરંપરા, ભાષા-બોલી અને સંસ્કૃતિને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આવા કાર્યક્રમો સતત યોજાતા રહેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.
ધોડિયા ગૌરવ મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિનો ભવ્ય મહિમા જોવા મળ્યો હતો.
પરંપરાગત પૂજા કરવામાં આવી હતી. પહેરવેશ, લગ્ન ગીત અને તુરની હરીફાઈઍ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમમાં કલાબેન ડેલકર અને પ્રદિપભાઈ ગરસિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્ના હતાં.
