આજે ધરમપુર તા.પં.માં ફરી ભાજપા બિરાજશે
- byDamanganga Times
- 23 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૨ ઃ ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં તાલુકા પંચાયતની વર્તમાન સંખ્યાબળની સ્થિતિ જોતા ભાજપના ઉમેદવારોની જીત લગભગ નિડ્ઢિત માનવામાં આવી રહી છે અને ચૂંટણી માત્ર ઔપચારિકતા સમાન બની રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્નાં છે. ગતરોજ ૨૨ મેના રોજ બપોરે ૨ વાગ્યા સુધીમાં રજૂ થયેલા ઉમેદવારી ફોર્મની ચકાસણી સદસ્યો, ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી તરફથી લીલાબેન મોહનભાઈ ઘાટાળ અને શકુંતલાબેન સતિષભાઈ ચૌધરીઍ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી શીતલબેન નરેન્દ્રભાઈ ચૌધરીઍ ઉમેદવારી નોંધાવી હતી.
જોકે નિયત કરેલ સમય પહેલા ભાજપના લીલાબેન મોહનભાઈ ઘાટાળે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા હવે પ્રમુખ પદ માટે ભાજપના શકુંતલાબેન સતિષભાઈ ચૌધરી અને કોંગ્રેસના શીતલબેન નરેન્દ્રભાઈ ચૌધરી વચ્ચે ચૂંટણી યોજાશે.
ઍ જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી રણજીતભાઈ બાબલુ ભાઈ ચૌધરીઍ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ તરફથી સવિતાબેન વિનયભાઈ બારીયાઍ ફોર્મ ભર્યું છે. આ બંને પદ માટે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી યોજાશે.
ધરમપુર તા.પં.ની ૨૪ બેઠકોમાંથી ભાજપે ૧૩ બેઠકો મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી. કોંગ્રેસને ૧૦ બેઠકો મળી હતી જ્યારે ઍક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી.
