Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાંસદામાં પરણિતાને સ્નેપચેટથી વિધર્મીઍ મેસેજ કરતાં બબાલ

વાંસદામાં પરણિતાને સ્નેપચેટથી વિધર્મીઍ મેસેજ કરતાં બબાલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાંસદા, તા. ૨૨ ઃ વાંસદાનો ઍક મુસ્લિમ યુવાન ઍક હિન્દુ પરિણીતાને થોડા દિવસ પહેલા ફ્રેન્ડશીપ કરવા ફોન કરી દબાણ કરતાં યુવતીના પરિવારે યુવક સામે સમાધાન કર્યા બાદ ફરી યુવતીના મોબાઇલમાં સ્નેપચેટ પર મેસેજ કરતા યુવતીના ઘરના યુવાનને ત્યાં સમજાવવા ગયા હતા, જ્યાં યુવતીના પરિવારજનોને માર માર્યો હતો. જે બાદ પોલીસે નાસી ગયેલ બંને યુવાનોને  ઝડપી પાડ્યા હતા. 

 વાંસદાના નવા ફળિયા ખાતે મહિડા સાહેબની વાડી ખાતે રહેતો અને વાંસદા ટાવર પાસે ટેલર ની દુકાન ચલાવતો ફૈઝલ દિલદાર હુસેન શેખ ઍ ગત ૨૮ અને ૨૯ ઍપ્રિલે ઍક હિન્દુ યુવતીને ફોન કરી વાત કરવા દબાણ કરતો હતો. ત્યારે યુવતીઍ ફોન કરવાના પાડવા છતાં મારે તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે. મારે તને ઍકાંતમાં મળવું છે તે રીતે છેડતી કરી વાતો કરવાનો પ્રયત્ન કરતો ત્યારે યુવતીઍ ફોન કરવાની ના પાડતા ફૈઝલે  તેના પતિ અને કાકા સસરા ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફૈઝલ યુવતી સામે કાયમ ઍક ટશે જોઈ આંખથી ઇશારા કરતો હોય, જેથી તેના પતિ અને પરિવારે ફૈઝલના મોટા ભાઈ અફઝલ સાથે મળી ભવિષ્યમાં આવું કઈ ના કરે તે માટે સમાધાન કર્યું હતું. તેમ છતા બુધવારે  યુવાને યુવતીના સ્નેપચેટ પર તેના બે ફોટા મોકલી રૂર્ત્ર્ીદ્દ ર્ણ્ીષ્ટષ્ટફૂઁફૂફુ નો મેસેજ કરતા યુવતીઍ તેના પતિને બતાવ્યો હતો. ત્યારબાદ યુવતીના પતિ અને સંબંધી ફૈઝલના  ઘરે જતાં ફેઝલ અને ચાંદ દિલદાર રહે. વાંસદા ઍ જે થાય તે કરી લેવાની ધમકી આપી માર મારી  ઘરેથી ભાગી ગયા હતા. આ જાણ વાંસદાના હિંદુ સંગઠનને થતા મોટું ટોળું વાંસદા  પોલીસ મથકે પહોંચ્યું હતું અને આરોપીને પકડવાની માંગ કરતા  વાંસદાના પી.આઈ  જે.વી. ચાવડાઍ  ફૈઝલ અને ચાંદ ને તુરંત ઝડપી પાડ્યા  હતા.