ચણવઈનો ચેકડેમ -પ્રોટેકશન વોલ જર્જરીત
- byDamanganga Times
- 23 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ વલસાડમાં ચણવાઈ ગામે વાડી ફળિયામાં સાત વર્ષ અગાઉ પાર નદીમાં ૧.૮ કરોડના ખર્ચે બનાવવામાં આવેલો ચેકડેમ અને પ્રોટેકશન વોલ પ્રોટેક્શન હોલ જર્જરીત અને બિસ્માર હાલતમાં આ બાબતે વિસ્તારના આદિવાસી આગેવાનો દ્વારા વલસાડ ટીડીઓને અને માર્ગ મકાન વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે. વલસાડ તાલુકાના ચણવાઈ ગામના વાડી ફળિયામાં રહેતા આદિવાસી આગેવાનોઍ આજરોજ વલસાડ તાલુકા વિકાસ અધિકારી અને માર્ગ મકાન વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી કે, ચણવઈ ગામના વાડીફળિયા વિસ્તારમાં આવેલી પાર નદી માં ૭ વર્ષ પહેલાં ૧.૦૮ કરોડના ખર્ચે ચેકડેમ અને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી જે કેટલાક વર્ષોથી આ પ્રોટેક્શન હોલ અને ચેકડેમ માં તળિયામાં લગાવેલા સળિયા તેમજ દીવાલમાં લગાવેલ સળિયા જર્જરીત હાલતમાં જોવા મળ્યા છે. દર વર્ષે ચોમાસામાં ચેકડેમ તેમજ પ્રોટેક્શન વોલ માં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવાથી તે ધોવાઈ જાય છે. સ્થાનિક રહીશો આદિવાસી આગેવાનોઍ આક્ષેપક કરતા જણાવ્યું કે વર્ષ ૨૦૨૪ માં ડેમના રીપેરીંગ ગ્રાન્ટ અને ઍસ્ટીમેન્ટ મંજૂર કરવામાં આવે અને વહીવટી તંત્ર દ્વારા ચોમાસુ શરૂ થાય તે પહેલા રીપેરીંગ કામગીરી શરૂ કરવામાં આવે છે. જેના કારણે ધસ મસ્તા પાણીમાં રીપેરીંગ કામ ધોવાય જાય છે. છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર રીપેરીંગ કરવા તેમ છતાં ચોમાસા માં ધોવાઈ જતું હોય છે. જોકે વર્ષ ૨૦૨૫ માં ચેકડેમ અને વોલ ના અધૂરા રહેલા કામને ફરી રીપેરીંગ કરવા માટે મંજૂરી અપાય હતી. વરસાદનું બહાનું બતાવી કામને અધૂરું છોડી દીધું હતું જ્યારે ડેમનો સ્લેબ આખે આખો તૂટી જય અંદર લગાવેલા લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવીને આ બિસ્માર ડેમની તપાસ કરવી જોઈઍ. જો આગામી દિવસોમાં ડેમ અને પ્રોટેક્શન વોલ અંગે ન્યાય નહીં મળે તો ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
