Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ફખ્પ્બ્ મેડિકલના રેસિડેન્ટ ડૉક્ટરોમાં રોષ

ફખ્પ્બ્ મેડિકલના રેસિડેન્ટ ડૉક્ટરોમાં રોષ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનધિ)

સેલવાસ, તા. ૨૨ ઃ દાદરા અને નગર હવેલી સ્થિત ફખ્પ્બ્ મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા પીજી રેસિડેન્ટ ડૉક્ટરોઍ કોલેજની ફી રચના, લાંબા કામકાજના કલાકો અને ઓછી સ્ટાઇપેન્ડ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. રેસિડેન્ટ ડૉક્ટરોના જણાવ્યા મુજબ પીજી અભ્યાસક્રમની વાર્ષિક ફી અંદાજે રૂ. ૨૫ લાખ છે, જે સરકારી મેડિકલ કોલેજ માટે અસામાન્ય રીતે વધુ ગણાય છે. ઉપરાંત ત્રણ વર્ષની ફરજિયાત સર્વિસ બોન્ડ વ્યવસ્થા પણ લાગુ છે. બોન્ડ પૂર્ણ ન કરાય તો રૂ. ૫૦ લાખ સુધીની દંડની જોગવાઈ હોવાનું જણાવાયું છે.

ડૉક્ટરોનો આક્ષેપ છે કે, ભારે ફી ચૂકવવા છતાં તેમને સતત ૧૮ થી ૩૬ કલાક સુધી ડ્યૂટી કરાવવામાં આવે છે. સાાહિક કામકાજનો સમય ૧૨૦ થી ૧૩૦ કલાક સુધી પહોંચી રહ્ના હોવાનું પણ જણાવાયું છે. સાથે જ કોઈ નિયમિત સાાહિક રજા આપવામાં આવતી નથી.રેસિડેન્ટ્સના જણાવ્યા અનુસાર ઓલ ઇન્ડિયા ક્વોટાની અનેક પીજી બેઠકો ખાલી રહેતાં હાલના ડૉક્ટરો પર કામનો બોજ વધુ વધી ગયો છે. ઊંચી ફીના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા ટાળી રહ્ના હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

સ્ટાઇપેન્ડ મુદ્દે પણ ડૉક્ટરોઍ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ અહીં આશરે રૂ. ૪૩ હજાર માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, જ્યારે અન્ય અનેક સરકારી મેડિકલ કોલેજોમાં તેનાથી ઘણું વધુ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.

ડૉક્ટરોઍ સવાલ ઉઠાવ્યો છે કે હાલની ડ્યૂટી વ્યવસ્થા નેશનલ મેડિકલ કમિશન (ફપ્ઘ્) અને સેન્ટ્રલ રેસિડન્સી સ્કીમના નિયમો મુજબ છે કે નહીં. આ મુદ્દે અનેક રજૂઆતો છતાં હજી સુધી કોઈ અસરકારક ન લેવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આરોગ્ય ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે, આ મુદ્દો માત્ર રેસિડેન્ટ ડૉક્ટરોની સમસ્યા પૂરતો સીમિત નથી પરંતુ દર્દીઓની સલામતી અને સરકારી આરોગ્ય વ્યવસ્થાની કાર્યક્ષમતા અંગે પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.