Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાંસદામાં ગ્રામીણજનો માટે નિઃશુલ્ક ચેકઅપ તથા કેન્સર કેમ્પ યોજાયો

વાંસદામાં ગ્રામીણજનો માટે નિઃશુલ્ક ચેકઅપ તથા કેન્સર કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાંસદા, તા.૨૨ ઃ વાંસદા કોટક મહિન્દ્રા બેન્કના સી.ઍસ.આર. પ્રોગ્રામ અંતર્ગત નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ, નવસારી દ્વારા પી . ઍચ.સી. સરા ખાતે ગ્રામીણજનો  માટે નિઃશુલ્ક જનરલ ચેકઅપ તેમજ કેન્સર તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન નિરાલી હોસ્પિટલના નિષ્ણાત ડૉ . કેતા દેસાઈ દ્વારા મહિલાઓને કેન્સર જાગૃતિ માટે સ્વાસ્થ્ય ઉપર ચર્ચા કરી હતી તદુપરાત જનરલ ચેકઅપ ના ભાગ રૂપે બ્લડ સુગર, બ્લડ પ્રેશર, ઈ.સી.જી, ડોક્ટરની સલાહ વગેરે ની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન બહેનો માટે સ્તન કેન્સરની તપાસ માટે થર્મલ સ્ક્રીનિંગ તેમજ ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે સ્ત્ખ્ ટેસ્ટ ખાસ ટેક્નોલોજીથી સજ્જ ખ્ત્ આધારિત મોબાઇલ વાન દ્વારા કરવામાં આવી હતી. આજકાલ સ્ત્રીઓમાં મુખ્યત્વે ગર્ભાશયના મુખના કેન્સર તેમજ સ્તન કેન્સરના કેસોમાં સતત વધારો થઈ રહ્ના છે. આવા ગંભીર રોગો અંગે જાગૃતતા ફેલાવવી અને યોગ્ય સમયે નિદાન તથા સારવાર કરાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. 

કેમ્પ દરમિયાન મહિલાઓને કેન્સરના પ્રાથમિક લક્ષણો, બચાવ અને સમયસર તપાસ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક કેમ્પમાં ૭૦ થી વધુ બહેનોઍ ઉત્સાહભેર ભાગ લઈ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો.  કેમ્પની સફળતા માટે તાલુકા હેલ્થ ઓફિસર ,વાંસદા ડૉ. પ્રમોદ પટેલ (વ્ણ્બ્) અને સરા ગામ પી. ઍચ. સી.ના મેડિકલ ઓફિસર ડૉ. હિતેશ્વરી નાયક અને તેમના તમામ સ્ટાફ મેમ્બર તેમજ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ નવસારી ટીમનો મહત્વનો  સહયોગ રહ્ના હતો.