ધો.૧૦, ૧૨ના પરિણામો જાહેર કરાયા પરંતુ સ્કૂલમાંથી માર્કશીટ હજુ મળી નથી !
- byDamanganga Times
- 23 May, 2026
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નવા નવા નિયમો બહાર પાડી વિદ્યાર્થીઓ માટે ભાર વિનાનું શિક્ષણ કરી દીધું છે પહેલા બે ત્રણ મહિના બાદ ધોરણ ૧૦-૧૨ના પરિણામો જાહેર કરાતાં જે પરિણામો હવે માત્ર ઍક દોઢ મહિનામાં જાહેર કરી દેવાતા હોય છે ઍટલું જ નહીં પરંતુ સેમેસ્ટર સિસ્ટમ અપનાવી વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્ર ઍકદમ હળવું કરી દીધું છે જ્યારે શિક્ષણને લગતી તમામ માહિતીઓ વેબસાઈટ ઉપર મૂકી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શિક્ષણને લગતી વિગતો ઓનલાઈન વાંચી શકે છે. જો કે હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામો જાહેર કરી કરી દેવાયા પરંતુ વિદ્યાર્થી ઓને માર્કશીટ ન અપાતા તેમજ બીજી બાજુ સરકારી પોર્ટલ ઉપર અભ્યાસને લગતી વિગતો જાહેર કરી દેવાતા વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકતા નથી જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.
ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે નવી નવી શિક્ષણ નીતિ અપનાવવામાં આવી રહી છે અને ગામડાનો વિદ્યાર્થી પણ શિક્ષણની તમામ વિગતો શિક્ષણની વેબસાઈટ ઉપરથી જોઈ શકે તે રીતે ખુલ્લી કરી દીધી છે જેના કારણે હવે વિદ્યાર્થીઓ પણ અગાઉથી પોતાનું ફિલ્ડ નક્કી કરી લેતા હોય છે અને ઓનલાઈન ફોર્મ ભરાતા અભ્યાસને લગતા દરેક ક્ષેત્રમાં ફોર્મ ભરી દેવામાં આવતા હોય છે તેમ જ શિક્ષણ વિભાગ દ્વારા હવે મેરીટ પ્રમાણે ઍડમિશન અપાતા કોઈ વિદ્યાર્થી કે વાલીને મનમાં શંકા કુશંકા પણ નહીં રહે ! હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ ના જાહેર થયેલા ઉંચા પરિણામોને કારણે હવે વિવિધ ક્ષેત્રોમાં ઍડમિશન મેળવવા માટે પણ પડા પડી થઈ રહેશે જોકે હવે સરકારી કોલેજોની સરખામણીઍ પ્રાઇવેટ કોલેજો વધુ ફૂલી ફાલી છે અને કોલેજો માં વસૂલાતિ તગડી ફીને કારણે કેટલાક વાલીઓ પોતાના બાળકને ઉચ્ચ અભ્યાસ કરાવવાની ઈચ્છા હોવા છતાં પણ ભણાવી શકતા નથી જ્યારે સરકારી કોલેજોમાં ઊંચા મેરિટને કારણે ગરીબ વિદ્યાર્થીનો નંબર લાગતો નથી જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળતી હોય છે જોકે ઉચ્ચ અભ્યાસ માટે હવે વિદેશનો ક્રેઝ વાલીઓમાં વધુ જોવા મળી રહ્ના છે અને પોતાના સંતાનને જમીન ઝવેરાત વેચીને પણ અભ્યાસ કરાવવા માટે મોકલી દેવાતા હોય છે જ્યારે જે વિદ્યાર્થી ક્વોલિફાઇડ રહ્ના છે જેને રોજગારી મળી રહેતી નથી અને જે રોજગારી મળે છે. તેમાં પગાર ધોરણ નીચું રહેતું હોય છે. ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ જે અભ્યાસ ક્ષેત્રમાં ઉત્તીર્ણ થયા હોય તેવા માટે રોજગારી ની તકો પણ પૂરી પાડે તે ઍટલું જ જરૂરી છે. હાલમાં ધોરણ ૧૦-૧૨ના પરિણામોની માર્કશીટ વિદ્યાર્થીઓને હાથમાં ન મળતા અને ઍલસી પણ સ્કૂલમાંથી ન મળતા કોઈપણ ક્ષેત્રોમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાતા નથી શિક્ષણ વિભાગ દ્વારા વહેલી તકે માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવે તે જરૂરી રહ્નાં છે.
