વાપી સોશિયલ ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કપડાનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 23 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ ઃ વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને વાપીના સમાજ સેવક કિરણ રાવલ અને ટ્રસ્ટ ગ્રુપના અન્ય સભ્યો દ્વારા આ વર્ષ માં સતત બીજી વાર વલસાડ જિલ્લાની આસપાસના વિસ્તારોમાં થી છેલ્લા ૩ મહિનાથી ટોટલ ૭૬૦૦ જોડી કપડાંઓનું ઍક જગ્યાઍ ઍકત્ર કરી તે કપડાને વ્યવસ્થિત ધોવડાવી અને ઈસ્ત્રી કરવા જેવા લાગે તેવા કપડાંઓને ઈસ્ત્રી કરવી તેને થેલીમાં પેક કરી વાપીના અલગ અલગ વિસ્તારો જ નહીં પરંતુ વલસાડ જિલ્લા તેમજ ધરમપુર જિલ્લાની આજુબાજુમાં આવેલા નાના નાના ગામોના અલગ - અલગ વિસ્તારોમાં જઈ ત્યાં રહેતા જરૂરિયાતમંદ લોકોના ઘરે જઈ તેમના પરિવારોમાં કપડાંનું વિતરણ કર્યું હતું.
સમાજ સેવક કિરણ રાવલ અને ટ્રસ્ટ ગ્રુપમાં સભ્યો દ્વારા છેલ્લા ૯ દિવસથી જરૂરિયાત મંદ વિસ્તારોમાં જઈને કપડાઓનું વિતરણ કર્યું હતું.
