પારડીમાં દુર્ગા વાહીની બહેનો દ્વારા શકિતયાત્રા યોજાઈ
- byDamanganga Times
- 23 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૨ ઃ પારડી નગરમાં પારડી સ્વાધ્યાય મંડળ થી વલસાડી ઝાપા પહોંચી હતી. દક્ષિણ ગુજરાત દુર્ગા વાહાની ૧૫૦ થી ૨૦૦ જેટલી બહેનો વિધિવત પગપાળા અને મોટરસાયકલમાં શક્તિ યાત્રા લઈને નીકળ્યા હતા. આ યાત્રા ચાર રસ્તા પહોંચી હતી. જ્યાં યુવા પ્રદેશ મોરચાના ખજાનચી ધ્રુવીન ભંડારી પારડી યુવા મોરચાના પ્રમુખ મેહુલભાઈ ભરવાડ પારડી શહેર ભાજપના ઉપપ્રમુખ અજીતભાઈ પટેલ સાથે પાલિકાના કોર્પોરેટર ભૂમિબેન શ્રેયાંશ ભાઈ પટેલ વગેરે કાર્યકર્તાઓઍ પુષ્પોથી સ્વાગત કર્યું હતું રામ ચોકમાં સ્વાગત થયું હતું. સમગ્ર વિસ્તારોમાં સ્વાગત થયું હતું વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગા વાહનીના મુખ્ય સંચાલક અંકિતાબેન સાથે વિશાળ સંખ્યામાં દુર્ગા વાહનની બહેનો સાત દિવસથી શ્રદ્ધાઍ મંડળમાં સતત માર્ગદર્શન અને પ્રશિક્ષણ મેળવી રહ્ના છે. સમગ્ર શહેરમાં જય ભવાની જય શ્રી રામ જય સનાતનના નારા ગુંજી ઉઠ્યા હતા. જય જય કારા ગુંજી ઉઠ્યા હતા હિન્દુ પરિષદના વરિષ્ઠ નેતા રાજેશભાઈ રાણા અમિતભાઈ પટેલ રાકેશભાઈ રાણા ચેતનભાઇ સહિત વિચાર સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને શક્તિ યાત્રાને વધાવી લીધો હતો. થઇ રામચોક ચાર રસ્તા થી જળદેવી માતા મંદિર, રાણા સ્ટ્રીટ, સ્ટેટબેન્કથી કંસારવાડ, લાડ્સ્ટ્રીટ, પટેલ સ્ટ્રીટ થઇ દમની ઝાપા જલારામ બાપા મંદિર પાસે સમાપન થયું હતું. જ્યાં પારડીનગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતનભાઇ ભંડારી દ્વારા તમામ બહેનોને લીંબુ શરબત અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં વરિષ્ઠ નેતાને માજી પાલિકાના પ્રમુખ કાંતિભાઈ પટેલ સાથે કાર્યકર્તાઓ વિચારી સંખ્યામાં અને પાલિકાના સદસ્યો લાલજીભાઈ અજયભાઈ તથા સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તા ઉપસ્થિત રહ્ના હતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પારડીમાં શાંતિમય રીતે રેલી યોજાઇ હતી અને પૂર્ણ થઈ હતી પારડી સ્વાધ્યાય મંડળ પારડી ખાતે ૧૬ થી ૨૨ મેં સુધી દુર્ગાવાહીની બહેનોનું પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્ના છે. જેમાં બહેનો ને રાષ્ટ્ર, ધર્મ, સમાજ, કાર્ય અને આત્મા રક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. આ બહેનો દ્વારા શક્તિ યાત્રા સંચલન ભગવા ધ્વજ સાથે નીકળ્યા હતા અને સમગ્ર શહેર ભગવાને બન્યો હતો સનાતન મય બન્યો હતોદક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની વર્ગ સ્વાધ્યાય મંડળ પારડી ખાતે ૧૬થી ૨૨ મે જેમાં ૯૩ બહેનો શિક્ષિકા બહેનો ૧૨ મળી કુલ ૧૦૫ સંખ્યા છે.
પ્રાંત સંયોજક અંકિતા બેન લીબાચિયા, મુખ્ય શિક્ષિકા કિરણબેન બોરાણા, પ્રાંત સહ કૃપાબેન જયસ્વાલ, બૌદ્ધિક પ્રમુખ આશાબેન મોદી, માતૃશક્તિ આશાબેન જાધવ, પ્રાંત મંત્રી રાજેશભાઈ રાણા, વિભાગ મંત્રી અમિતભાઇ પટેલ સગઠન મંત્રી ધાકલ ભાઈ નિલેશભાઈ પટેલ સહિત જિલ્લા મંત્રી રાકેશ રાણાના સુંદર આયોજનથી જ પ્રશિક્ષણ કાર્ય અને રેલી સંપન્ન થઈ હતી.
