બીલીમોરામાં ૧૨ હજાર લીટરનું ફાયર ફાઈટર ય્વ્બ્ નંબરના વાંકે કેદ!
- byDamanganga Times
- 22 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
બીલીમોરા, તા. ૨૧ ઃ બીલીમોરા શહેરમાં ફાયર સેફટી અને ઈમરજન્સી સુવિધાને મજબૂત કરવાના હેતુથી નગરપાલિકા દ્વારા દોઢેક મહિના અગાઉ ઍક નવું આધુનિક ફાયર ફાઈટર (વોટર બ્રાઉઝર) વસાવવામાં આવ્યું છે. જો કે તંત્રની ઘોર બેદરકારીને કારણે ૧૨,૦૦૦ લીટર પાણીની પ્રચંડ ક્ષમતા ધરાવતું બિગ વોટર બ્રાઉઝર હાલ ગંગા માતા મંદિર પાસે આવેલા જૂના ફાયર સ્ટેશનમાં ધૂળ ખાઈ રહ્નાં છે.
સ્થાનિક સ્તરેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ, ગાડી ખરીદાયાને લાંબો સમય થયો હોવા છતાં વહીવટી ઉદાસીનતાના કારણે તેને હજી સુધી સત્તાવાર નંબર (ય્વ્બ્ ય્ફૂજ્ઞ્સિં્ન્દ્દર્શ્વીદ્દજ્ઞ્ંઁ) ફાળવવામાં આવ્યો નથી. કાયદાકીય ટેકનિકલ કારણોસર મહત્વનું વાહન ઈમરજન્સી સેવાઓ માટે રસ્તા પર દોડવા સક્ષમ બની શક્યું નથી. કોઈપણ મોટી આગ કે ઔદ્યોગિક હોનારત સમયે આ વાહન આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે.
આ સંજોગોમાં બીલીમોરા નગરપાલિકાના ફાયર ચેરમેન તાકીદે જાગૃત થઈને વાહનની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરાવે અને તેને વહેલી તકે કાર્યરત કરે તેવી લોક માંગ પ્રબળ બની છે. જેથી ભવિષ્યમાં સર્જાનારી સંભવિત મોટી દુર્ઘટનાઓ સામે શહેરને સુરક્ષિત રાખી શકાય.
