છીરીમાં પરણિતાને સાસરીયાના ત્રાસ અંગે ફરિયાદ
- byDamanganga Times
- 22 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપીના છીરી રામનગરમાં રહેતી પરિણીત મહિલાને તેના પતિ અને સાસરીયામાં માનસિક અને શારીરિક ત્રાસ આપી ધમકી આપતા ડુંગરા પોલીસમાં ફરિયાદ કરાય છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના છીરી રામનગરમાં રહેતી સાનિયા પ્રવેશ ખાનના લગ્ન નવેમ્બર ૨૦૨૫માં સમાજની રીતી રિવાજ મુજબ અરબાઝ સાથે થયા હતા અને હાલમાં છેલ્લા ઍક મહિનાથી અરબાજને અન્ય કોઈ મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાના વહેમને લઈ સાનિયા અને અરબાઝ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય જેને લઇ સાનિયા ખાન હાલમાં તેના પિયરમાં રહેતી હતી અને ૧૮-૦૫-૨૦૨૬ના રોજ તેના પતિના ઘરની બહાર સામે આવેલી બિલ્ડીંગમાં ફરિયાદીની મોટી બેન રહે છે.
ત્યાં જ પહોંચી હતી ત્યાં તેના પતિ અરબાઝના સંબંધીઓઍ તેને ધાક ધમકી આપી ઢીક મૂકનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાંચ વિરુદ્ધ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ કરાયઈ છે. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
