દમણમાં ‘સન્ડે અોન સાયકલ’ કાર્યક્રમ યોજાશે
- byDamanganga Times
- 22 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૧ ઃ દાદરા અને નગર હવેલી અને દમણ- દીવના રમતગમત અને યુવા બાબતોના વિભાગો ૨૪ મે, રવિવારના રોજ સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરી રહ્ના છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય નાગરિકોમાં ફિટનેસ, સ્વસ્થ જીવનશૈલી, સમુદાય ભાગીદારી અને સાયકલીંગ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ ઇંધણ કાર્યક્ષમતા અને પર્યાવરણીય સંરક્ષણને પણ પ્રોત્સાહન આપશે.આ કાર્યક્રમ આવતા રવિવારે યોજાશે. સાયકલ રેલી સવારે ૭ઃ૦૦ વાગ્યે શરૂ થશે, જેમાં સહભાગીઓઍ સવારે ૬ઃ૩૦ વાગ્યે યોજાશે. જેમાં સાયકલ રેલીનો રૂટ લાઇટહાઉસ બીચ, મોટી દમણ, ઍવિઍરી, પરયારી પંચાયત, ઢોલાર ચાર રસ્તા, મોટી દમણ કિલ્લો, લાઇટહાઉસ વિસ્તારમાં યોજાશે. સરકારી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, રમતગમત ઉત્સાહીઓ અને સામાન્ય લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે.
પ્રવૃત્તિઓમાં નિર્ધારિત રૂટ પર સાયકલ ચલાવવું, કાર્યક્રમ પછી નાસ્તો અને ઇન્ટરેક્ટિવ સત્રો, ગ્રુપ ફોટોગ્રાફી અને મીડિયા કવરેજનો સમાવેશ થશે. વધુમાં, આ કાર્યક્રમ નાગરિકોને ‘સાયકલ’ અપનાવો - બળતણ બચાવો’ના સંદેશનો ફેલાવો કરીને તેમના રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરવા પ્રેરણા આપશે, જે બળતણ બચાવવા, પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ બનાવવામાં મદદ કરશે. કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્ર તમામ સરકારી અધિકારીઓ, વિદ્યાર્થીઓ, રમતગમત ઉત્સાહીઓ અને નાગરિકોને સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવાયું હતું.
