ડુંગરામાં લગન્ પ્રસંગમાં આવેલાને તલવાર ઝીંકનારના જામીન ફગાવાયા
- byDamanganga Times
- 22 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપીના ડુંગરા નવીનગરીમાં રાત્રિ દરમિયાન લગ્ન પ્રસંગમાં આવેલા નિતીન રઘુનાથ ફાલેને તલવાર અને લાકડાના ફટકા મારી ગંભીર રીતે ઘાયલ કરી નાસી જનાર આરોપી વિક્રમ હળપતિ અને વિષ્ણુ હળપતિઍ પોલીસ ઘરપકડથી બચવા માટે કરેલ આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો છે.
વાપીના ડુંગરા નવીનગરી દાદરા ચેકપોસ્ટ પાસે ગત તા. ૮-૫-૨૦૨૬ના રોજ ઍક લગ્ન પ્રસંગમાંથી આવી રહેલા નિતીન રઘુનાથ ફાલેને ચાર વર્ષ અગાઉ વિક્રમ વિષ્ણુ હળપતિની પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી તલવાર તેમજ લાકડાના ફટકા વડે હુમલો કરી માથામાં તથા શરીરે ગંભીર ઈજા કરી ભાગી જનાર આરોપી વિક્રમ વિષ્ણુ હળપતિ અને વિષ્ણુ બાલુભાઈ હળપતિ તેમજ અન્ય ઍક આરોપી હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે ડુંગરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ધણે આરોપીની ઘરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી. જે અંગે પોલીસ ઘરપકડથી બચવા માટે આરોપી વિક્રમ હળપતિ અને વિષ્ણુ હળપતિ દ્વારા વાપીના ઍડીશનલ સેશન્સ જજ ડૉ. ઍચ. જી. પંડ્યાની કોર્ટમાં આગોતરા જામીન અરજી સંદર્ભે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ના રાખી આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
