Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

અતુલમાં દુષ્કર્મના વિધર્મી આરોપીના ૨૫મી સુધી રીમાન્ડ

અતુલમાં દુષ્કર્મના વિધર્મી આરોપીના ૨૫મી સુધી રીમાન્ડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વલસાડ, તા. ૨૧ ઃ ઍક અઠવાડિયા અગાઉ હિન્દુ નામ ધારણ કરી ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી બે યુવતીઓની સાથે વિસ્તારમાં કરવાની ઘટનામાં પોલીસે વિધર્મી   આરોપીની ધરપકર કરી કોર્ટમાં  ડી.જી.પી.ની દલીલને ગ્રાહ્ના રાખી કોર્ટે વિધર્મી આરોપીને  ૨૫ મે સુધી રિમાન્ડ આપ્યા છે.

અતુલ મુકુંદ પાસે આવેલ  સ્કૂલ પાસે ભોળાનગરમાં અરબાઝ મકરાણી રહે છે. આશરે બે વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર ‘જીયા પટેલ’ નામે ફેક આઈડી બનાવ્યું હતું. આ આઈડી દ્વારા તેણે અટગામ પંથકની ૨૦ વર્ષીય યુવતી પિન્કી (નામ બદલ્યું છે) સાથે મિત્રતા કેળવી અને પોતાનું નામ ‘અંકિત નાયકા’ હોવાનું જણાવી લગ્નની લાલચ આપી તેને લિવ-ઈન રિલેશનશિપમાં રાખી હતી. યુવતીને વિશ્વાસમાં લઈ વીધર્મી યુવાન પોતાની હિન્દુ માસીના ઘરે લઈ જતો હતો. જે બાદ આ આરોપી યુવતીને પોતાના ઘરે લઈ ગયો અને ત્યાં જઈ યુવતીનો મોબાઇલ બંધ કરી દઈ સાત દિવસ સુધી ઘરમાં નજરકેદ કરી હતી. યુવતીના પરિવારે અતુલ યુવકના ઘરે પહોંચતા ‘અંકિત’ નહિ અરબાઝ મકરાણી હોવાનું જાણ થતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. ઘટના બાદ હિન્દુ સંગઠનો ઍ વલસાડ રૂરણ પોલીસ પર દબાણ લાવ્યા બાદ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધ હતી તો બીજા કિસ્સામાં ઍક  કિસ્સામાં ભોગ બનેલી યુવતીઍ પોલીસ મથકે આવી જણાવ્યું કે જ્યારે તે ધોરણ ૭માં ભણતી હતી ત્યારે અરબાઝે ‘રાહુલ પટેલ’ નામ ધારણ કરી તેને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે લિવ-ઈનમાં રહી ગર્ભવતી બનાવી હતી. અઢી વર્ષ પહેલાં ઍક બાળકીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાં આરોપીઍ બાળકીના પિતા તરીકે પોતાનું સાચું નામ ‘અરબાઝ મકરાણી’ લખાવ્યું હતું, પરંતુ યુવતી સામે કોઈ પુરાવો ન રહે તે માટે તેણે માતા-બાળકીના આધાર કાર્ડ અને જન્મનું પ્રમાણપત્ર પોતાની પાસે છુપાવી રાખ્યા હતા. પકડાયેલો વીધર્મી આરોપી અંકિત ઉર્ફે રાહુલ ઉર્ફે   અરબાઝ મકરાણી રહે. ભોળાનગર કાળી સ્કૂલ પાસે  મુકુંદ  તા.જી.વલસાડની વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. આરોપીના રિમાન્ડ માટે સ્પેશિયલ ઍટ્રોસિટી જજ  ડી.જે. શાહની કોર્ટમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ના તા. ૨૫/૦૫/૨૦૨૬ ના બપોરના ત્રણ વાગ્યા સુધી રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો છે.