નાની દમણમાં આજે વીજ પુરવઠો બંધ રહેશે
- byDamanganga Times
- 22 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૧ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણના નાની દમણ વિસ્તારમાં આવતીકાલે વીજ પુરવઠો સ્થગિત કરવામાં આવશે. ટોરેન્ટ પાવરે જાહેરાત કરી છે કે પ્રિમોન્સુન કામગીરી જે ચોમાસા પહેલાની તૈયારીઓના ભાગ રૂપે વરકુંડ, રિંગણવાડા અને ભીમપુર પાવર સબસ્ટેશન પર જાળવણી અને જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે.
આના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાશે. ટોરેન્ટ પાવરે નાગરિકોને સહયોગ અને જરૂરી આગોતરી તૈયારીઓ માટે અપીલ કરી છે.
