Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડમાં ‘આપ’નું આવેદન

વલસાડમાં ‘આપ’નું આવેદન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૨૧ ઃ આજ રોજ  આમ આદમી પાર્ટી, વલસાડ જિલ્લા દ્વારા મોંઘવારીની મહામારી અને રાજ્યમાં સર્જાયેલી ડીઝલની અછત મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં ખેડૂતો માટે ડીઝલનો વિશેષ ક્વોટો ફાળવવા, ટ્રાન્સપોર્ટરો માટે પૂરતો ઇંધણ પુરવઠો સુનિડ્ઢિત કરવા તેમજ સામાન્ય જનતાને રાહત આપવા ઇંધણ પરનો સ્ખ્વ્ અને સેસ ઘટાડવાની માંગ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ પટેલ અને પ્રદેશ સહ-સંગઠન મંત્રી જયેન્દ્ર ગાંવિતની આગેવાની હેઠળ જિલ્લા સમિતિના જીગ્નેશ ગોહિલ (ઉપપ્રમુખ), શૈલેશ ત્રિપાઠી (મહામંત્રી), કૌશિક ઝાખિયા (લ્ઘ્ પ્રમુખ), સુભાષ પટેલ, તેમજ કાર્યકરો અનિલ પટેલ, જયેશ પટેલ અને તાલુકા યુવા પ્રમુખ સહિત અનેક આગેવાનો હાજર રહ્ના હતા.

આવેદનપત્ર કાર્યક્રમમાં વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા વિસ્તારના હોદ્દેદારો અને કાર્યકરોઍ હાજરી આપી હતી રજૂ કરાયેલ આવેદનપત્રમાં સરકારને મોંઘવારી અને ઇંધણ સંકટ અંગે તાત્કાલિક અસરકારક પગલાં લેવા અપીલ કરી હતી.