Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

કપરાડામાં નિરંકારી મિશનની રકતદાન શિબિર યોજાઈ ઃ ૧૧૭ યુનિટ રકત ઍકત્ર

કપરાડામાં નિરંકારી મિશનની રકતદાન શિબિર યોજાઈ ઃ ૧૧૭ યુનિટ રકત ઍકત્ર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા. ૨૧ ઃ માનવતાની સેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરતાં સંત નિરંકારી મિશને તા.૧૭ માર્ચ ૨૦૨૬ના રોજ લવકર સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરમાં કપરાડા બ્રાન્ચ તથા બાલચોંડી બ્રાન્ચના આસપાસના વિસ્તારોના નિરંકારી ભક્તોઍ સક્રિય ભાગ લીધો હતો. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ આ શિબિર સાંજે ૦૪ઃ૦૦ વાગ્યાથી રાત્રે ૦૯ઃ૦૦ વાગ્યા સુધી યોજાઈ હતી. જેમાં વલસાડ રક્તદાન કેન્દ્રનાં સહયોગથી કુલ ૧૧૭ યુનિટ રક્ત ઍકત્ર કરાયું હતું.

આ રક્તદાન શિબિરનો શુભારંભ દક્ષિણ ગુજરાતના પ્રભારી ઓંકારસિંહજીની ઉપસ્થિતિમાં નિરંકાર પરમાત્માના ધ્યાન અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપરાડા, લવકર તથા બાલચોંડી વિસ્તારના અનેક વિશિષ્ટ અતિથિઓ તેમજ ગ્રામજનોઍ ગૌરવમય ઉપસ્થિતિ આપી હતી. ગણમાન્ય વ્યક્તિઓઍ મિશન દ્વારા માનવ મૂલ્યોના સંવર્ધન તથા વિશ્વ બંધુત્વની ભાવનાને મજબૂત કરવા માટે કરાતા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ અવસરે કપરાડા સેક્ટરનાં સંયોજક અમૃતભાઈ માહલાની દેખરેખ હેઠળ રક્તદાન શિબિરનું કુશળતાપૂર્વક સંચાલન તથા સેવાદળના સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આવા માનવીય પ્રયાસો દ્વારા સંત નિરંકારી મિશન સતત આ સંદેશ પ્રસારિત કરી રહ્નાં છે કે રક્તદાન માત્ર ઍક જવાબદારી નથી, પરંતુ નિઃસ્વાર્થ ભક્તિની ઍવી અભિવ્યક્તિ છે જે અસંખ્ય મનુષ્યનાં જીવનને બચાવવાનું માધ્યમ બને છે.