Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ભદેલીમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો તૃતીય પાટોત્સવ ઉજવાશે

ભદેલીમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો તૃતીય પાટોત્સવ ઉજવાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૧ ઃ વલસાડના  ભદેલી ગામે શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ - ભદેલી અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સંયુક્ત ઉપક્રમે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ તથા શ્રી ગાયત્રી માતાજી મંદિરનો તૃતીય પાટોત્સવ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ - ભદેલી દ્વારા તા. ૨૨-૦૫-૨૦૨૬, શુક્રવારના રોજ મંદિરના તૃતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ધાર્મિક સવારે ૦૮ઃ૩૦ કલાકે સ્થાપિત દેવોનું પૂજન, સવારે ૦૯ઃ૩૦ કલાકેં હોમાત્મક રુદ્રી, સવારે ૧૧ઃ૦૦ કલાકે ગાયત્રી શતક પાઠ, બપોરે ૧૧ઃ૩૦ કલાકે પૂર્ણાહૂતિ, બપોરે ૧૧ઃ૪૫ કલાકે મહાઆરતી, બપોરે ૧૨ઃ૦૦ કલાકે મહાપ્રસાદ અને  સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાશે. અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ, નવસર્જન સાર્વજનિક યુવક મંડળ-ભદેલી, નવયુવક પ્રગતિ મંડળ-ભદેવી, શ્રી રામ યુવક મંડળ-ભદેલી અને પી.ઍચ.સી. - ભદેલીના સંયુક્ત સહયોગથી આ શિબિર યોજાશે. મોરારજી દેસાઈ હોલ, ભદેલી દેસાઈ પાર્ટી, વલસાડ  તા. ૨૨-૦૫-૨૦૨૬,  શુક્રવાર ના  સવારે ૦૯ૅં૦૦ થી બપોરે ૦૨ઃ૦૦ વાગ્યા સુધી આયોજકોની અપીલ  કરી છે. આ ધાર્મિક અને સામાજિક મહોત્સવને સફળ બનાવવા માટે નવસર્જન સાર્વજનિક યુવક મંડળ, નવયુવક પ્રગતિ મંડળ અને શ્રી રામ યુવક મંડળના ઉત્સાહી યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્ના છે.