Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

સેલવાસમાં દેશવ્યાપી હડતાળના સમર્થનમાં મેડિકલ સ્ટોર્સ બંધ રહી

સેલવાસમાં દેશવ્યાપી હડતાળના સમર્થનમાં મેડિકલ સ્ટોર્સ બંધ રહી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૧ ઃ ઓનલાઈન દવાઓના વેચાણ અને ઈ-ફાર્મસીના વિરોધમાં ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ (ખ્ત્બ્ઘ્ઝ઼) દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી બંધના આહ્વાનને સમર્થન આપતા બુધવારે સિલવાસાના મોટાભાગના મેડિકલ સ્ટોર્સ બંધ રહ્ના હતાં. ટોકરખાડા, કિલવાણી નાકા, આમલી તેમજ વાપી-સિલવાસા રોડ વિસ્તારમાં આવેલી અનેક મેડિકલ દુકાનો દિવસભર બંધ જોવા મળી હતી. અચાનક મેડિકલ સ્ટોર્સ બંધ રહેતાં દવાઓ લેવા આવેલા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય ગંભીર બીમારીઓની નિયમિત દવાઓ લેતા દર્દીઓ વધુ પ્રભાવિત થયા હતા.સ્થાનિક દવા વેપારીઓનું કહેવું છે કે ઓનલાઈન ફાર્મસી કંપનીઓ યોગ્ય ચકાસણી વગર દવાઓનું વેચાણ કરી રહી છે અને ભારે ડિસ્કાઉન્ટ આપી નાના વેપારીઓના ધંધાને અસર પહોંચાડી રહી છે. 

તેમ છતાં જનતાને ઇમરજન્સી પરિસ્થિતિમાં મુશ્કેલી ન પડે તે માટે સિલવાસામાં કેટલીક મેડિકલ દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી. હોસ્પિટલ સાથે જોડાયેલા મેડિકલ સ્ટોર્સ અને કેટલીક પસંદગીની દુકાનો પર જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે દર્દીઓને રાહત મળી હતી.  સિલવાસામાં હડતાળ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી અને કોઈ અનિડ્ઢિનીય બનાવ નોંધાયો નહોતો. વેપારી આગેવાનોઍ ચેતવણી આપી હતી કે તેમની માંગણીઓ પર ધ્યાન નહીં અપાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.