Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ડહેલીમાં જનભાગીદારી કાર્યક્રમ યોજાયો

ડહેલીમાં જનભાગીદારી કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ચીવલ, તા. ૨૧ ઃ નાનાપોઢા તાલુકાના ડહેલી ગામમાં ‘જનજાતીય ગરિમા ઉત્સવ ૨૦૨૬’ અંતર્ગત જનભાગીદારી અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીની ‘વિકસિત ભારત’ની દ્રષ્ટિથી પ્રેરિત આ અભિયાન ૧૮ મે થી ૨૫ મે ૨૦૨૬ દરમિયાન ઉજવાઈ રહ્નાં છે, જેમાં આદિવાસી સમાજના સશક્તિકરણ, આદિવાસી વારસાના સંવર્ધન અને આદિવાસી અધિકારોની ખાતરી જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા લોકો માટે ઉપયોગી યોજનાઓ અને વિકાસલક્ષી માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને કૃષિ સંબંધિત સહાય અને સરકાર તરફથી મળતા લાભોની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ આધાર કાર્ડ સેવા, પોસ્ટ ઓફિસ, બેંકિંગ સેવા, આરોગ્ય વિભાગ અને ખેતીવાડી વિભાગના કર્મચારીઓઍ હાજર રહી ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમમાં તાલુકા સભ્ય વિનોદભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શૈલેષભાઈ પટેલ, વિવિધ ગામોના સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. શૈલેષભાઇ પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે સરકારનો મુખ્ય હેતુ ગામડાંઓનો સર્વાંગી વિકાસ કરી ગ્રામજનોની પ્રગતિ સુનિડ્ઢિત કરવાનો છે. આ પ્રકારના કાર્યક્રમોથી આદિવાસી વિસ્તારોમાં જાગૃતિ વધશે અને લોકો સરકારની યોજનાઓનો વધુ લાભ લઈ શકશે.

ડહેલી ગામમાં યોજાયેલા આ કાર્યક્રમને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને વિકાસલક્ષી યોજનાઓ અંગે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.