Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ જિલ્લા કલેક્ટરે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી

વલસાડ જિલ્લા કલેક્ટરે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૧ ઃ વસ્તી ગણતરી -૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના - ૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (લ્ફૂશ્રશ્ ચ્ઁ્યૃફૂર્શ્વીદ્દજ્ઞ્ંઁ) પ્રક્રિયાની શરૂઆત થઈ છે. આગામી તા. ૩૧ મે સુધી નાગરિકો ઓનલાઇન પોર્ટલ પર પોતાની જાતે સ્વ-ગણતરી કરી શકશે. જે અંતર્ગત વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને વસ્તી ગણતરી અંતર્ગત સ્વ ગણતરી પૂર્ણ કરી છે. 

કલેક્ટરઍ વલસાડ જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહીતમાં સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરી છે. વસ્તી ગણતરીમાંથી પ્રા માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. નાગરિકો સ્ન્ફૂ.ણૂફૂઁસ્ન્્યસ્ન્.િંંરુ.જ્ઞ્ઁ પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશે.