વાપી બઝાર રોડ પર ઍક જ રાતમાં ૧૦૦ નળ જોડાણ કરાયા
- byDamanganga Times
- 22 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપી મુખ્ય બઝાર રોડનું કામ છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહ્નાં છે જેને ચોમાસા પહેલાં પૂર્ણ કરવાં મનપા તંત્ર અને સ્થાનિક ચૂંટાયેલા કાઉન્સિલર દ્વારા કમર કસી છે. વાપી સરદાર ચોકથી ઝંડાચોક સુધી મુખ્ય બજાર રોડ નવો બનાવવાનું કામ છેલ્લા બે - ત્રણ મહિનાથી ચાલી રહ્નાં છે. શરૂઆતમાં અહીં રોડની બંને તરફ બોક્ષ ગટર બનાવામાં આવી જે બાદ જુના રોડને ૨ ફૂટ સુધી ખોદી કાઢવામાં આવ્યો જે દરમિયાન પીવાના પાણીની લાઈન અનેક વખત તૂટી રહી હોય સ્થાનિક ચૂંટાયેલા કાઉન્સિલર બિમલ શાહની રજૂઆત બાદ તેની હાજરીમાં ૧૯૪ મીટરની લાઇન નવી નાખવામાં આવી છે. જે સાથે ઍક જ રાતમાં ૧૦૦ જેટલા કનેક્શન પણ આપી દીધાં છે. હવે આગામી દિવસોમાં ચોમાસા પહેલાં રોડનું કામ પૂર્ણ કરવાની કવાયત ચાલી રહી છે કે જેથી આ વિસ્તારના રહેવાસીઓ, વેપારીઓ અને વાહન ચાલકોને ચોમાસા દરમિયાન હાલાકીનો સામનો નહીં કરવો પડે.
