Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

દમણ ઇન્ડસ્ટ્રીઝ ઍસો. દ્વારા ઉદ્યોગોને ઇંધણ બચાવવા અનુરોધ કરાયો

દમણ ઇન્ડસ્ટ્રીઝ ઍસો. દ્વારા ઉદ્યોગોને ઇંધણ બચાવવા અનુરોધ કરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૨૧ ઃ  દમણ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશને કેન્દ્રશાસિત પ્રદેશના તમામ ઉદ્યોગો અને વ્યવસાયોને ઇંધણ બચત અને ઉર્જા કાર્યક્ષમતા અપનાવવા અપીલ કરી છે. ઍસોસિઍશનના પ્રમુખ પવન અગ્રવાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નિર્દેશ મુજબ ઉદ્યોગોઍ પાઇપ્ડ નેચરલ ગેસ (ભ્ફઞ્), જાહેર પરિવહન, કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈઍ.આ સંસ્થાઍ નો ફ્યુઅલ ડે, ઘરેથી કામ, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને સ્ટાફ બસો જેવા પગલાં અપનાવીને ઇંધણનો વપરાશ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.