Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીથી પારડી સુધી હાઈવે પર ૨૦૦૦ વૃક્ષો રોપાશે

વાપીથી પારડી સુધી હાઈવે પર ૨૦૦૦ વૃક્ષો રોપાશે


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ વાપીથી પારડી સુધીના લગભગ ૨૨ કિલોમીટર સુધીના હાઇવે માર્ગની બાજુમાં ૨૦૦૦થી વધુ વૃક્ષો રોપાયા અને તેની સતત ત્રણ વર્ષ સુધી માવજાત પણ કરાશે જેને લઈ હવે વાપીના યુપીઍલથી પારડીના પાર નદી સુધીના માર્ગની બંને બાજુઍ વૃક્ષોની હરિયાળી જોવા મળશે. 

વાપીથી પારડી સુધીના હાઇવે માર્ગને પહોળો કરવાની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા હતાં. જેને ધ્યાને લઈ રાજ્યના નાણાં અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ વાપી નોટિફાઇડ અને વીઆઈઍના સહયોગથી હાઇવે માર્ગની બંને બાજુઍ ફરીથી વૃક્ષો રોકવામાં આવે તે અંગેની યોજના બનાવવામાં આવી હતી અને આ લગભગ ૨૨ કિલોમીટરના અંતરમાં રસ્તાની બંને બાજુઍ ૨૦૦૦થી વધુ વૃક્ષો રોકવામાં આવે તેવી યોજના બનાવી જે અંગેનો ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ સૌરાષ્ટ્રના સદભાવના ફાઉન્ડેશનને અપાયો છે. અહીં તેઓ વૃક્ષોનું વાવેતર કર્યા બાદ સતત ત્રણ વર્ષ સુધી તેની માવજાત પણ કરશે અને વચ્ચે કોઈ વૃક્ષ સુકાઈ જાય તો ફરીથી નવું લગાવવાની યોજના પણ કરાઈ છે. 

જેને લઇ હવે વાપી જીઆઇડીસી ના યુપીઍલ હાઈવે બ્રિજથી પારડીના ચંદ્રપુર ખાતેથી પસાર થતી પાર નદી સુધીના વિસ્તારમાં હાઇવેની બંને બાજુઍ વૃક્ષો ફરીથી જોવા મળશે અને જે વૃક્ષો હાઇવે માર્ગ બનાવવા માટે કાપી નાખવામાં આવ્યા હતા તેના કરતાં વધુ વૃક્ષોનું વાવવામાં આવ્યા છે ઍટલે હવે વાપી થી પારડી સુધીના નેશનલ હાઇવે નંબર ૪૮ ના બંને બાજુઍ વૃક્ષો ફરીથી જોવા મળશે.