Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

થ્રીડીમાં તમામ સંસ્થાઅોને ‘આંતરિક ફરિયાદ સમિતિ’ રચવા સુપ્રિમ કોર્ટનો આદેશ

થ્રીડીમાં તમામ સંસ્થાઅોને ‘આંતરિક ફરિયાદ સમિતિ’ રચવા સુપ્રિમ કોર્ટનો આદેશ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૧ ઃ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કાર્યસ્થળ પર મહિલાઓના યૌન ઉત્પીડન (પ્રતિબંધ, પ્રતિષેધ અને નિવારણ) અધિનિયમ ૨૦૧૩ના અમલીકરણ અંગે તમામ સંસ્થાઓને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, જ્યાં ૧૦ અથવા તેથી વધુ કર્મચારીઓ કાર્યરત હોય તેવા સરકારી અને ખાનગી તમામ સંસ્થાઓમાં આંતરિક ફરિયાદ સમિતિ (ત્ઘ્ઘ્) રચવી ફરજિયાત રહેશે। પ્રશાસને જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે પણ તાજેતરમાં આ કાયદાના કડક પાલન પર ભાર મૂક્યો છે. ખાનગી કંપનીઓ, ઉદ્યોગો, ટ્રસ્ટ, ગેરસરકારી સંસ્થાઓ, સેવા પ્રદાતા ઍકમો સહિત તમામ પ્રતિષ્ઠાનોને ૩૦ દિવસની અંદર ત્ઘ્ઘ્ રચનાનું પત્ર અને લ્ત્ર્ફૂ-ગ્ંહૃ પોર્ટલ પર નોંધણીનો સ્ક્રીનશોટ સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે.

પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે નિયમોનું પાલન નહીં કરનાર સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જરૂરિયાત જણાય તો સામાજિક કલ્યાણ વિભાગના સ્ટેટ મિશન કો-ઓર્ડિનેટર સચિતાનંદ પી. મિશ્રાનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાય છે.