Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી વિસ્તારમાં મટિરિયલ મોંઘું થતાં અનેક બાંધકામો ઠપ્પ

વાપી વિસ્તારમાં મટિરિયલ મોંઘું થતાં અનેક બાંધકામો ઠપ્પ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૧ ઃ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ સિમેન્ટ સ્ટીલ ઍલ્યુમિનિયમ તેમજ પ્લમ્બિંગની સામગ્રીના ભાવ લગભગ ૨૦થી ૪૦ ટકાનો વધારો થયો જેને લઇ બાંધકામની પોસ્ટ વધી જતા સરકારી કામો લેનાર ઍજન્સીના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને અનેક વિકાસના કામો બંધ પણ થઈ ગયા છે.

પ્રા વિગત મુજબ જાન્યુઆરીથી ઍપ્રિલ વચ્ચે સ્ટીલ, સિમેન્ટ, ઍલ્યુમિનિયમ જેવા બાંધકામ મટિરિયલ્સન ભાવમાં સરેરાશ ૨૦ ટકાનો વધારો થયો છે. પ્ટામ્બિંગ મટિસિલમાં તો ૪૦ ્રુ સુધીનો ઉછાળો નોંધાતાં નવા પ્રોજેક્ટની કોસ્ટ વધી છે, જેથી આવનારા સમયમાં શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા વિકાસના કામો તેમજ બ્રિજ ઓવરબ્રિજ સરકારી મકાનો તેમજ રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ ક્ષેત્રના કામો અનેક સ્થળે બંધ અવસ્થામાં તો કેટલાક સ્થળે તો કાચબા ગતિઍ કામો ચાલી રહ્ના છે. જોકે અગાઉ જે ભાવે ઍજન્સીઍ બાંધકામ ના ભાવો આપ્યા છે તે હવે ખૂબ જ વધી જતા ઍજન્સીઓ પણ કામગીરી કરવામાં પાછી પડી રહી છે. સાથે હાલમાં જ ઈરાન અને અમેરિકા વચ્ચે થઈ રહેલા યુદ્ધને કારણે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ તેમજ ભારતના ઉદ્યોગોમાં જરૂરી ઍવા કેમિકલ તથા પ્લાસ્ટિક ઉદ્યોગ માટે ની સામગ્રી પણ ખૂબ જ મોંઘી થઈ જવા પામે છે. જેને લઇ હવે બાંધકામ ક્ષેત્રે કામ કરતા કોન્ટ્રાક્ટરો અને ઍજન્સીઓ પણ મુશ્કેલીમાં મુકાય જવા પામી છે. 

આ અંગે વાપી વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડીંગ તેમજ સરકારી બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા ઍવા જાણીતા કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ હાલમાં યુદ્ધને કારણે તમામ માલ મટેરીયલો વિદેશથી આવી રહ્ના છે. પરંતુ અહીંથી તૈયાર માલ બહાર જતો નથી જેને કારણે દેશના ઉદ્યોગો મંદીના માહોલમાં છે ત્યારે વિદેશથી આવતી માલસામગ્રી ખૂબ જ મોંઘી થઈ જવા પામી છે જેને લઇ સિમેન્ટ સ્ટીલ પીવીસી પાઇપ તેમજ બ્રાસની તમામ સામગ્રીઓ પર હાલમાં ૨૦ ટકાથી ૪૦ ટકાનો વધારો થયો છે જેને લઇ મોટાભાગના બાંધકામોની કામગીરી બંધ અવસ્થામાં છે અને જે કામો થઈ રહ્ના છે તે કામ કરતી ઍજન્સીને પરવડે તેવા ન હોવાને લઈ તમામ કોન્ટ્રાક્ટરો તેમજ સરકારી કામ કરતી ઍજન્સીઓ મુશ્કેલીમાં મુકાય છે અને બાંધકામ ક્ષેત્રે મંદીનો માહોલ સર્જાઈ રહ્ના છે.