Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

સાપુતારામાં પ્રવાસીઅોનો મેળો

સાપુતારામાં પ્રવાસીઅોનો મેળો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

સાપુતારા, તા. ૨૦ ઃ સમગ્ર રાજ્યમાં જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે ગુજરાતના ઍકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રકૃતિની અનોખી મહેર જોવા મળી રહી છે. અહીં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ અને દિવસભર ફૂંકાતા ઠંડા, સુસવાટા મારતા પવનોને કારણે વાતાવરણ અત્યંત ખુશનુમા અને અહલાદક બની ગયું છે. મેદાની વિસ્તારોની અસહ્ના ગરમીથી બચવા અને ઉનાળુ વેકેશન માણવા માટે પ્રવાસીઓ હવે ધીમે-ધીમે સાપુતારા તરફ વળી રહ્ના છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર ઍવા સાપુતારામાં પ્રવાસીઓના મનોરંજન માટે પેરાગ્લાઈડિંગ, ઝીપ લાઈન, રોપવે, બોટિંગ (નૌકાવિહાર), હોર્સ રાઈડિંગ અને કેમલ રાઈડિંગ જેવી રોમાંચક ઍડવેન્ચર ઍક્ટિવિટીઝ ઉપલબ્ધ છે.આ તમામ પ્રવૃત્તિઓ પ્રવાસીઓના પ્રવાસને કાયમ માટે યાદગાર બનાવી રહી છે. આ વધતા જતા પ્રવાસનને કારણે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ છે, જે સ્થાનિક ધંધાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

સાપુતારાની મુલાકાતે આવેલા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્ના છે. રાજપીપળાથી ખાસ વેકેશન માણવા આવેલા પ્રવાસી હીનાબેન પટેલે પોતાનો રોમાંચક અનુભવ શેર કરતા જણાવ્યું કે અમે અહીં પેરાગ્લાઈડિંગની મજા માણી, જેનો અનુભવ બિલકુલ હેલિકોપ્ટરમાં બેઠા હોઈઍ તેવો અદ્ભુત હતો! આ સિવાય સાપુતારા લેકમાં બોટિંગ કર્યું અને ટેબલ પોઈન્ટ પર ઝીપ લાઈન, સ્કૂટર તેમજ ઊંટ સવારીનો પણ આનંદ લીધો.  લોકો ભલે કહેતા હોય કે અત્યારે ગરમી છે, પણ સાપુતારામાં બિલકુલ ગરમી નથી, અહીં ખૂબ જ સરસ ઠંડક છે. દરેક વ્યક્તિઍ ઍકવાર અહીં જરૂર આવવું જોઈઍ.ૅતે જ રીતે રાજપીપળાથી આવેલા અન્ય પ્રવાસી દિવ્યાબેન પટેલે પણ અહીંના વાતાવરણના વખાણ કરતા કહ્નાં કે,ૅરાજપીપળામાં અત્યારે ફૂલ ગરમી પડી રહી છે, પરંતુ સાપુતારાનું વાતાવરણ ઍકદમ ઠંડું અને મસ્ત છે. ગઈકાલે અમે ઝીપ લાઈનિંગ, ઘોડેસવારી અને ઊંટ સવારી કરી હતી. અહીં બાળકો માટે પણ અદ્ભુત ઍડવેન્ચર ઍક્ટિવિટીઝ છે. આજે અમે પેરાશૂટ રાઈડિંગ (પેરાગ્લાઈડિંગ)ની મજા માણી. મેદાની ભાગોની ગરમી કરતાં અહીં અદ્ભુત ઠંડક છે, જેથી ઉનાળામાં ફરવા માટે આ બેસ્ટ પ્લેસ છે. જો કે, બીજી તરફ પેટ્રોલ-ડીઝલની અછત અંગે ચાલી રહેલી અસમંજસ અને અફવાઓને કારણે ચાલુ વર્ષે ઉનાળુ વેકેશન હોવા છતાં પ્રવાસીઓની સંખ્યામાં ધાર્યા કરતાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. પ્રવાસીઓની ઓછી સંખ્યાને લીધે સ્થાનિક હોટલ ઉદ્યોગ અને નાના પાયાના ધંધાર્થીઓ હાલમાં થોડી મંદીનો સામનો કરી રહ્ના છે. તેમ છતાં, અહીં આવી પહોંચેલા પ્રવાસીઓ માટે સાપુતારાની ઠંડક અને રોમાંચક રાઇડ્સ ઉનાળાને મનભરીને માણવાની ઉત્તમ તક પૂરી પાડી રહી છે.