Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

બીલીમોરા પંથકના કેમિસ્ટોનું હડતાલને સજ્જડ સમર્થન

બીલીમોરા પંથકના કેમિસ્ટોનું હડતાલને સજ્જડ સમર્થન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 બીલીમોરા, તા.૨૧  ઓનલાઇન દવાઓના વેચાણ પર -તિબંધ મુકવા અને ફાર્મસી ક્ષેત્રના વિવિધ પડતરો પ્રશ્નોના વિરોધમાં બીલીમોરા વિભાગ કેમિસ્ટ ઍસોસિઍશન દ્વારા મેડિકલ સ્ટોર્સ બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે બુધવારના રોજ યોજાયેલી ઓલ ઇન્ડિયા કેમિસ્ટ્સ સ્ટ્રાઇકને બીલીમોરા વિસ્તારમાં વ્યાપક અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. બીલીમોરા વિસ્તારના તમામ નાના-મોટા મેડિકલ સ્ટોર્સ સદંતર બંધ રહ્ના હતાં.

ઍસોસિઍશન દ્વારા જાહેર કરાયેલા પત્રક મુજબ કેમિસ્ટો મુખ્યત્વે ત્રણ માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા હતા. જેમાં ઓનલાઇન દવાઓના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવામાં આવે (ઞ્લ્ય્ ૮૧૭ તારીખ ૨૮-૦૮-૨૦૧૮ રદ કરો), દવા કંપનીઓ દ્વારા આપવામાં આવતા ગેરલાભદાયક ડિસ્કાઉન્ટ પર રોક લગાવવામાં આવે, બજારમાં આવતી ખોટી કે નકલી દવાઓ પર કડક પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. 

 ઍસોસિઍશન દ્વારા દર્દીઓને થનારી અસુવિધા માટે દિલગીરી વ્યક્ત કરવાની સાથે બીલીમોરામાં આશિષ મેડિકલ સ્ટોર (ગુા હોસ્પિટલ ) અને કૈઝાન મેડિકલ (સોમનાથ હોસ્પિટલ) સ્ટોર્સને ઇમરજન્સી સેવાઓ માટે કાર્યરત રાખવામાં આવ્યા હતાં. સમગ્ર બીલીમોરા પંથકમાં કેમિસ્ટોની આ હડતાળ સો ટકા સફળ રહી હતી.