Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

દમણમાં ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગ યોજાયા

દમણમાં ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગ યોજાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૨૦ ઃ ભારતીય જનતા પાર્ટી દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ પ્રદેશ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત દમણ જિલ્લા ભાજપના પદાધિકારીઓ માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન દમણ સ્થિત કોળી પટેલ સમાજ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના અનેક પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં.

કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયા ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે દમણ દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી સુનીલ પાટીલ, દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભરતભાઈ પટેલ, પૂર્વ અધ્યક્ષ બી. ઍમ. માછી તેમજ તરુણાબેન પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્ના હતાં.

પ્રશિક્ષણ વર્ગને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયાઍ કાર્યકરો માટે પ્રશિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકરોમાં વૈચારિક શક્તિ વધારવા માટે આવા પ્રશિક્ષણ કાર્યક્રમો અત્યંત જરૂરી છે.

કાર્યક્રમની શરૂઆતમાં દેશ તથા પ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસ કાર્યોની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનીનું ઉદ્ઘાટન મહેશભાઈ અગરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રદર્શનીમાં વિવિધ વિકાસ કાર્યો અને જનહિત યોજનાઓનું -દર્શન કરવામાં આવ્યું હતું.