Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ગુજરાત ટેલેન્ટ કાર્નિવલમાં વલસાડના કલાકાર ગીત સ્પર્ધામાં વિજેતા થયા

ગુજરાત ટેલેન્ટ કાર્નિવલમાં વલસાડના કલાકાર ગીત સ્પર્ધામાં વિજેતા થયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૦ ઃ ઓમકાર કલાવૃંદ બીલીમોરા દ્વારા આયોજિત ગુજરાત ટેલેન્ટ કાર્નિવલ (ગાયન - વાદન -તિયોગિતા)નું આયોજન ૧૭/૫/૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં સેલવાસથી લઈ સુરત અને આહવા સુધીના ૧૨૮ સ્પર્ધકોઍ ભાગ લીધો હતો. અલગ અલગ ઍજ ગ્રૂપ પ્રમાણે ૮ વર્ષથી લઈ ૮૦ વર્ષ સુધીના સ્પર્ધકોઍ વાતાવરણ સૂરમય બનાવી દીધું હતું.  જેમાં વલસાડના શ્રી રાજેશ પટેલ સમગ્ર કેટેગરી-ગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે (ઘ્ર્ત્ર્ીષ્ટજ્ઞ્ંઁ ંશ્ ઘ્ર્ત્ર્ીષ્ટજ્ઞ્ંઁસ્ન્) વિજેતા જાહેર થયા હતા,આ ગાયક કલાકારને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ દેવચંદભાઈ, ટ્રસ્ટી પ્રદીપભાઈ અને સમગ્ર ગાયન સ્પર્ધાના નિર્ણાયક તન્વી પટેલ, નીતા પટેલના હસ્તે કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પૂરા દિવસ દરમિયાન બીલીમોરા શહેરના શ્રેષ્ઠીઓ ભાજપ પ્રમુખ નીરવ ટેલર, મહામંત્રી મનીષ દેસાઈ, પૂર્વ પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ વિજય પટેલ, વિનોદ પટેલ તેમજ ય્. ખ્. પરીખ  જ્વેલર્સના શેતલ માંડલિયા, માહ્નાવંશી સમાજના પ્રમુખ ભૂપેન્દ્ર સુરતી, પત્રકાર ચંદ્રકાંત સોલંકી, હેમલભાઈ,  પ્રબોધ ભીડે વગેરેઍ સૂચક હાજરી આપી હતી. સંચાલક તરીકે ઉમેશ મહેતાઍ સેવા આપી હતી. ટ્રેક મ્યુઝિકનું સંચાલન યશ પટેલ અને વિમલ પટેલે કર્યું હતું. આયોજક નિલેશ પટેલ અને શૈલેષ પટેલે સૌ સ્પર્ધકો અને કાર્યક્રમ માણવા આવેલ સૌ ભાવકોનો આભાર માન્યો હતો.