Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

સાપુતારા પોલીસે લગ્નનાં ઈરાદે ભગાડી લવાયેલી યુવતીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી

સાપુતારા પોલીસે લગ્નનાં ઈરાદે ભગાડી લવાયેલી યુવતીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા.૨૦ ઃ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક પૂજા યાદવ, ડાંગના માર્ગદર્શન હેઠળ ગુમ/મિસિંગ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ દ્વારા સતત સરાહનિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ કામગીરીના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક (આહવા વિભાગ)ના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. સાંખલા તથા તેમના સ્ટાફ દ્વારા તા. ૧૮/૫/૨૦૨૬ના રોજ વહેલી સવારે સાપુતારા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મહારાષ્ટ્ર તરફથી ગુજરાત તરફ આવતી ઍક હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ (રજી. નં. પ્ણ્-૧૫-થ્ચ્-૩૮૪૮) ને અટકાવી તપાસ કરવામાં આવી હતી.આ મોટર સાયકલ પર ઍક યુવક, ઍક અન્ય ઇસમ તથા ઍક યુવતી સવાર હતા. પૂછપરછ દરમિયાન શંકા જતાં તમામને વધુ તપાસ માટે સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. ઉંડાણપૂર્વકની પૂછપરછમાં સામે આવ્યું હતું કે યુવક લગ્ન કરવાના ઇરાદાથી યુવતીને તેના વાલીપણામાંથી ભગાડી લાવ્યો હતો. આ અંગે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના વની પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.ત્યાર બાદ આ યુવતિનું તેના પરિવાર સાથે મિલન કરાવી યુવક તથા યુવતિનો કબ્જો વણી પોલીસ સ્ટેશન, જિલ્લા નાસિક (મહારાષ્ટ્ર)ના હેડ કોન્સ્ટેબલ  ઍસ.ઍન. બચ્છાવને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર  કે.બી. સાંખલા, પોલીસ કોન્સ્ટેબલ સર્વમાં નીતિશભાઈ પદમાભાઈ, કમલેશભાઈ વેલાભાઈ તથા મહિલા કોન્સ્ટેબલ રેખાબેન સેમાભાઈઍ પ્રશંસનીય કામગીરી બજાવી હતી.