ડુંગરામાં જુની અદાવતે મારામારીમાં ત્રણ સામે ફરિયાદ
- byDamanganga Times
- 21 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૦ ઃ વાપીના ડુંગરા વિસ્તારમાં જૂની અંગત અદાવત ને લઈ ઍકને માર મારતા તેમજ તેને છોડવવા માટે વચ્ચે આવેલા ને પણ માર મારતા પોલીસમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ કરાય છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતા મુનીર ખાન જબ્બર ખાનના પુત્ર મોસીમ સાથે જૂની અદાવતમાં બોલા ચાલી અને મારામારી થતાં હોવાની ઘટના બની હતી. જે અંગેની જાણ ફરિયાદીને થતા જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ અંગે ત્રણ જેટલા ઈસમો નામે મિતેશ રહે છરવાડા વાપી અર્શદ અને સમીર નામના ઇસમે મોસીમ ખાનને ડુંગરા બ્રહ્મદેવ મંદિર પાસે બોલાવી ઝઘડો કરી ધક્કા મૂકીનો માર મારી જાહેરમાં ગંદી ગાળો આપી તેમજ માથાના ભાગે બાઈકની ચાવી તેમજ અન્ય ચીજ વસ્તુઓ વડે માર મારતા માથામાંથી ખૂબ જ લોહી વહી જતા તેમજ તેને છોડવા માટે વચ્ચે પડેલા ફરિયાદી મુનીર ખાનની પત્ની ગુડિયા અને દીકરી મુસ્કાન તેમજ દીકરા ફેઝને પણ ત્રણેય ઈસમોઍ ધક્કા મૂકીનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી ભાગી ગયા હતાં. જે અંગે તાત્કાલિક માથામાં ગંભીર ઈજાને લઈ મોસીનને ચણોદની સેલબી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા જે અંગે ડુંગરા પોલીસ મથકમાં મુનીર ખાન જબ્બર ખાન દ્વારા આરોપી મિતેશ છરવાડા અર્શદ ખાન રહે ડુંગરા અને સમીર નામના ઇસમ સામે ફરિયાદ કરાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
