Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

કચ્છ-શક્તિ ૨૦૨૬ના નેશનલ ઍવોર્ડ જાહેર

કચ્છ-શક્તિ ૨૦૨૬ના નેશનલ ઍવોર્ડ જાહેર


મુંબઈ, તા.૨૦ ઃ શનિવાર, તા.૧૬મી મે ૨૦૨૬ના બપોરે ૩.૧૫ કલાકે ગુજરાતી સમાજ ભવનની ઓફિસમાં બીજે માળે મળી હતી. જેમાં કન્વીનર હેમરાજ શાહ, કનૈયાલાલ જોશી, ડૉ.નાગજી રીટા, ચીમન મોતા, ઍડ.પીયૂષ ઍમ. શાહ, વેલજી અખેરાજ બોરીચા, ભુજના મિલન સોની અને ઉદય હેમરાજ શાહ હાજર હતાં.

જેમાં કચ્છ-શક્તિ નેશનલ ઍવોર્ડ માટે નીચે મુજબના નામોને મંજૂરી આપવામાં આવી હતી.

(૧) કચ્છ રત્ન ઍવોર્ડઃ ૫.પૂ. જયપડમા ગુણાજી મહાસતીજી (અચલ ગચ્છ) (૨) સમાજ રત્ન ઍવોર્ડ ઃ જયંતિલાલ કેશવજી છાડવા (ચેમ્બુર) (૩) ધર્મપ્રેમી ઍવોર્ડ નરેન્દ્રભાઈ આર. નંદુ (૪) સમાજસેવા ઍવોર્ડ-હીરજી આર. પાસડ (૫) સમાજસેવા ઍવોર્ડ-વાપીના મહેન્દ્ર છેડા (૬) સમાજસેવા ઍવોર્ડ-ભુજના વેલજીભાઈ મહેતા (૭) સાહિત્યરત્ન ઍવોર્ડ-અંજારના અજય સોની (૮) સંશોધન ઍવોર્ડ-ભીમાસર વાગડના મહાદેવ બારડ (૯) નારીરત્ન ઍવોર્ડ સમીરા રાંભિયા-મુલુંડ (૧૦) નારીરત્ન ઍવોર્ડ કુ. દિશા દેઢિયા (૧૧) ટી.વી.સ્ટાર ઍવોર્ડ ચૌરંગી ફિલ્મના નિલ ભટ્ટ (૧૨) બાલ કલાકાર ઍવોર્ડ બોરીવલીના મિતેન પરીન ગાલા (હેમુદાદા) (૧૩) લીગલ પ્રોફેશન ઍવોર્ડ મઝગામના કાંતિલાલ સંઘોઈ (૧૪) ફોટોગ્રાફી ઍવોર્ડ-જન્મભૂમિના વિરલ કનૈયાલાલ જોશી (૧૫) પત્રકાર ઍવોર્ડ મકાબોના તંત્રી ઉમેશ ઍમ.ત્રિવેદી (૧૬) પત્રકાર ઍવોર્ડ-ભુજના વાવડ અને કચ્છદર્શનના તંત્રી દર્શનકુમાર રામ ઠક્કર (૧૭) નૃત્યરત્ન ઍવોર્ડ-સામખીયારીની બહેનો ખુશી ગડા અને જાન્હવી ગડા (૧૮) પાર્શ્વગાયક ઍવોર્ડ રાજકોટના નિધિ ધોળકીયા (૧૯) શિક્ષણ ઍવોર્ડ ત્ખ્લ્ દિશાંત અમૃતલાલ નિસર (૨૦) વ્યાપાર ઉદ્યોગ ઍવોર્ડ ગાંધીધામના સુવર્ણકાર ભૂષણ આર. સોની (૨૧) વ્યાપાર ઉદ્યોગ ઍવોર્ડ જસ્ટ ઈન ટાઈમના રાજુભાઈ છેડાનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં જૈનમેરેજ મિશનના આઠ ફિરકાના પ્રમુખોનું પણ સન્માન કરાશે.

અષાઢી બીજઃ કચ્છી નવું વર્ષ તા.૧૬મી જુલાઈઍ મુંબઈના દાદરના યોગીસભાગૃહમાં આમંત્રિતો માટે યોજાશે. કચ્છ-શક્તિ તરફથી યોજાયેલ કાર્યક્રમમાં ટીના છેડા દ્વારા સંગીત મઢ્યા ગીતોથી શરૂ થશે. અને ઙ્કકચ્છ-શક્તિ નેશનલ ઍવોર્ડઁ ઍનાયતથી સમા થશે. કચ્છ-શક્તિ તરફથી સતત આ ૪૭મું વર્ષ મુંબઈમાં કચ્છી નવું વર્ષ ઉજવાય છે. કાર્યક્રમનું સંચાલન રીટા હરીયા કરશે. ઍમ કચ્છ-શક્તિના હેમરાજ શાહે જણાવ્યું છે.