ધરમપુરનાં બરૂમાળથી ગાંજા સાથે ઍક ઝડપાયો
- byDamanganga Times
- 21 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૦ ઃ વલસાડ ઍસ.ઓ.જી. પોલીસ દ્વારા ધરમપુર તાલુકાના બરૂમાળ ગામે મહિલા દૂધ ઉત્પાદક મંડળી સામે આવેલા ત્રણ રસ્તા નજીક રેડ કરવામાં આવી હતી. જેમાં નિકુંજભાઈ રસીકભાઈ ગરાસિયા (ઉ.વ. ૨૪), ધંધે સલૂન, રહે. શેરીમાળને ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા તેને ઝડપી પોલીસે આરોપી પાસેથી ૪૭૨ કિલોગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત રૂ. ૨૩,૬૦૦ મળી કુલ રૂ. ૫૩,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઍ આ ગાંજાનો જથ્થો વિષ્ણુ સોનુ ગાયકવાડ, રહે. શીવપાડા, તા. સુરગાણા, જી. નાશિક (મહારાષ્ટ્ર) પાસેથી મેળવ્યો હતો. ઉપરોક્ત મળેલ ગાંજાના જથ્થા અને મુદ્દામાલ બાબતે ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે ઍન.ડી.પી.ઍસ. ઍક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
