Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

સાપુતારા ઘાટમાર્ગ પર ઍક પાછળ ઍક ચાર વાહનો અથડાયા

સાપુતારા ઘાટમાર્ગ પર ઍક પાછળ ઍક ચાર વાહનો અથડાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા.૨૦ ઃ ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે ઍક મોટો અને વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સવારનાં સમયે સમગ્ર વિસ્તારમાં ભારે ધુમ્મસભર્યું વાતાવરણ હોવાના કારણે વિઝિબિલિટી (દ્રશ્યતા) ખૂબ જ ઓછી હતી.આ દરમિયાન સાપુતારા ઘાટના માર્ગ પર ઍક ટ્રક અચાનક ખોટકાઈને (બગડી જતા) ઉભો હતો.ધુમ્મસના કારણે ઉભેલો ટ્રક વહેલા ન દેખાતા, પાછળથી આવી રહેલી ઍક ટેમ્પો ટ્રાવેલર તેની સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ ટક્કર બાદ હજી મામલો થાળે પડે તે પહેલાં જ, ટેમ્પો ટ્રાવેલરની પાછળ આવી રહેલા શાકભાજી ભરેલા ઍક પિકઅપ વાહને તેને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતની આ હારમાળા અહીં જ ન અટકી, ત્યારબાદ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ઍક મરઘા ભરેલા ટેમ્પાઍ પિકઅપ વાહનને પણ અડફેટે લીધું હતુ. આમ, ધુમ્મસના કારણે ઍક જ જગ્યાઍ ઍકપછી ઍક ઍમ ચાર વાહનો વચ્ચે સર્જાયેલા આ શ્રેણીબદ્ધ અકસ્માતને લીધે હાઈવે પર થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.પરંતુ બાદમાં સાપુતારા પોલીસની ટીમે ઘટના સ્થળે પોહચી આ બાબતે કાર્યવાહી હાથ ધરી હતી.