મોરાઈમાં પાનના ગલ્લાવાળાને ધમકાવી ૯૦ હજાર પડાવનારાને બે દિવસના રિમાન્ડ
- byDamanganga Times
- 21 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ વાપીના મોરાઈ ખાતે આવેલ આલોક કંપનીની બાજુમાં પાનનો ગલ્લો ચલાવતા ઍક ઈસમને વહેલી સવારમાં ક્રેટા કારમાં પહોંચી તમો નસીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરો છો તેમ કહી બળજબરીપૂર્વક ક્રેટા કારમાં અપહરણ કરી લઈ જઈ બલિઠા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે તેને ધાક ધમકી આપી તેમજ ઍનડીપીઍસના કેસમાં જિંદગીભર જેલમાં કડવી પડશે. તેમ કહી રૂપિયા ૯૦,૦૦૦ તેના મોબાઈલ ફોનમાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાની ઘટના માં વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી જે અંગે વાપી ટાઉન પોલીસ મથકના પીઆઇ અને પીઍસઆઇ દ્વારા તપાસ હાથ ધરી હતી. જેમાં ટાઉન પોલીસ મથકમાં જ ફરજ બજાવતા જીઆરડી વિજય ગોકુલભાઈ ભરવાડ રહેવાપી અને રાજેશ રમણભાઈ રાઠોડ રહે. ઉદવાડા સાથે હોમગાર્ડ સુશીલ સુરેશભાઈ ગુા રહે. અંબિકા પાર્ક વાપી હોવાનું બહાર આવતા પોલીસે ત્રણેની અટકાયત કરી વાપી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટના જજ દ્વારા આરોપીને બે દિવસની પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા આ રિમાન્ડ દરમિયાન પાનના ગલ્લા સંચાલક પાસેથી ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરાવવામાં અન્ય કોઈની સામેલગીરી છે કે કેમ તે અંગે પણ તપાસ કરાવી રહી છે.
