Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીમાં વિકાસની ગતિ માટે રાહ જોવી પડશે

વાપીમાં વિકાસની ગતિ માટે રાહ જોવી પડશે


વાપી મહાનગર પાલિકા ચૂંટણીમાં પ્રચંડ જીત પછી ભાજપ જ્યાં જીતનો જશ્ન મનાવવામાં વ્યસ્ત છે, ત્યાં શહેર વિકાસ કાર્યોની રાહ જોઈ રહ્નાં છે. ચૂંટણી પરિણામ આવ્યા પછી લગભગ ૨૨ દિવસથી વધુ સમય વીતી ગયો છે, છતાં હજુ સુધી મેયર, ઉપમેયર, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા મુખ્ય પદોની નિમણૂક થઈ શકી નથી. 

જેને લઇ વિકાસનો રોડ મેપ થવામાં હાજી રાહ જોવી પડશે. ચૂંટણી સમર્પણ થયા બાદ મે મહિનામાં  પ્રારંભમાં ચૂંટાયેલા સભ્યોઍ સત્તા ગ્રહણ કરી લેવા જોઈતી હતી. કારણ કે આ સમયગાળો પ્રી-મોન્સૂન કામગીરી માટે મહત્વનો માનવામાં આવે છે. નાળાઓની સફાઈ, રસ્તા મરામત, પાણી નીકળવાની વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટ જેવા કામો આ જ સમયગાળામાં શરૂ થાય છે. પરંતુ આ વખતે આખો ઍિ-લ ચૂંટણી વ્યસ્તતામાં પસાર થઈ ગયો અને હવે મે મહિનામાં પણ પદોની રાજનીતિમાં ગંભીરતા જોવા મળી નથી. લોકો પૂછવા લાગ્યા છે કે હવે વિકાસની ગાડી કયા સ્ટેશન પર અટકી ગઈ છે.

માહિતી મુજબ, ગુજરાત મ્યુનિસિપલ ઍક્ટ ૧૯૬૩ અનુસાર નવી બોડી બન્યા બાદ મેયર સહિત વિવિધ પદોની નિમણૂક અને સમિતિઓનું ગઠન જરૂરી હોય છે. 

ત્યારબાદ જ વિકાસ યોજનાઓ સત્તા સમિતિથી સામાન્ય સભા સુધી પહોંચે છે. વિકાસનો દાવો કરતી પાર્ટી માટે વિપક્ષનો પ્રશ્ન ઍ છે કે ભાજપ દરેક ચૂંટણીમાં પોતાને વિકાસની પાર્ટી કહીને જનતાથી મત માંગે છે. પરંતુ વાપીમાં જીત બાદ વિકાસ કરતાં વધુ ચર્ચા ખુરશીઓ અને પદોની વહેંચણી પર થઈ રહી છે. રાજકીય ગલીઓમાં ચર્ચા છે કે આખરે પ્રાથમિકતા શહેરના વિકાસને છે કે પદોના વહેંચણીને. મનપા ચૂંટણી જાહેર થતાં પહેલાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૭૫૪ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું હતું. પાણી, રસ્તા, હાઉસિંગ અને સ્ટ્રીટ લાઇટ જેવા કરોડોના કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને કેટલાક કામો શરૂ પણ થઈ ગયા છે. પરંતુ ચૂંટાયેલી બોડીના અભાવમાં આ કામોની મોનિટરિંગ અસરગ્રસ્ત થઈ રહી છે. અધિકારીઓ પણ હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓના માર્ગદર્શન વગર આગળ વધવા તૈયાર નથી. ચોમાસુ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી  છે અને શહેરમાં વિકાસ કાર્યોની ગતિ કરતા  વધુ  રાજકારણની ગતિ વધુ  દેખાઈ રહી છે. 

આ ચૂંટણીમાં કોંગ્રેસને પણ ૧૧ બેઠકો મળી છે, પરંતુ મનપાનો ગઢ ગુમાવ્યા બાદ પક્ષની ભૂમિકા અને વિકાસ મુદ્દે જવાબદારી અંગે પણ સવાલો ઉઠી રહ્ના છે. 

લોકોનું કહેવું છે કે જ્યારે પદોની વહેંચણીની મંડાગાંઠમાં સત્તાપક્ષ વ્યસ્ત  તો  કોંગ્રેસના ૧૧ કોર્પોરેટર પણ શાંત દેખાઈ રહ્ના છે.

 શહેરના વિકાસ કાર્યો ધીમા છે, પ્રી-મોન્સૂન તૈયારીઓ અધૂરી છે, છતાં વિપક્ષ તરફથી કોઈ મજબૂત વિરોધ કે રજૂઆત સામે આવ્યો નથી.