Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીમાં સ્પંદન દ્વારા ‘ડાન્સિંગ ફલૂટ’ મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઈ

વાપીમાં સ્પંદન દ્વારા ‘ડાન્સિંગ ફલૂટ’ મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૦ ઃ વાપીની સાંસ્કૃતિક સંસ્થા સ્પંદન દ્વારા ગત તારીખ ૧૬ મે, ૨૦૨૬ શનિવારના રોજ ઍક ભવ્ય સંગીત સમારોહનું આયોજન નામધા ખાતે આવેલ પદ્મભૂષણ શ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. જેમાં પૂના ખાતે આવેલ ‘નાદ-બ્રહ્મ’ સંસ્થાઍ પોતાના પુરા મ્યુઝિકલ બેન્ડ સાથે ‘ડાન્સિંગ ફલૂટ’ મ્યુઝિકલ કોન્સર્ટનું અદભુત પરફોર્મન્સ આપ્યું હતું. વિખ્યાત બાંસુરી વાદક રાજકુમાર બિક્રમ સિંહજી,  તથા કર્ણાટકી સંગીતના વિખ્યાત ગાયક શ્રી મહેશ વિનાયક રાય, જેવા દિગ્ગજ કલાકારો અને નાદ બ્રહ્મની સમગ્ર ટીમે ભારતીય શાસ્ત્રીય સંગીતથી શરૂ કરી પ્રખ્યાત ફિલ્મી સંગીત તેમજ લોકસંગીતથી લઈ વિખ્યાત હોલીવુડ ઍક્ટર ઇસ્ટવુડની ફિલ્મ વ્ત્ર્ફૂ ઞ્ંંફુ,વ્ત્ર્ફૂ ર્ગ્ીફુ ર્ીઁફુ વ્ત્ર્ફૂ શ્શ્રિંક્કૅ ના ૅજ્ંશ્વ ખ્ જ્ફૂરૂ ઝ઼ંશ્રર્શ્રીશ્વસ્ન્  પ્ંશ્વફૂ ના સંગીતને સમગ્ર બેન્ડ સાથે રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. 

રાજકુમાર વિક્રમસિંહજીઍ ઓડિયન્સની વચ્ચે જઈને પ્રસ્તુતિ કરવા સાથે બધી ઉંમરના પ્રેક્ષકોને ઉત્સાહિત કરી નૃત્ય કરતા કરી, કાર્યક્રમને ઉજ્જવળ/ચેતનવંતો બનાવ્યો, તો વાંસળીના સુરો સાથે હરે રામ હરે કૃષ્ણ અને જય જય વિઠ્ઠલની ધૂનથી વાતાવરણમાં નાદ બ્રહ્મના સ્પંદનો જગાવ્યા હતાં.

આ કાર્યક્રમ માટે વાપી અને આજુબાજુના સરીગામ સેલવાસના ઉદ્યોગપતિઓઍ બહુ ઉદારતાથી પોતાનું આર્થિક યોગદાન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને વંદે માતરમના રાષ્ટ્રીય જ્ઞાન સાથે કર્યા બાદ સ્પંદનના સભ્ય કલાકાર ડો.અમીશા મહેતાઍ સ્વરચિત અને સ્વરાંકિત સ્પંદન ઍન્થમ દ્વારા સ્પંદનના ધ્યેયનું સ્તુતિ ગાન રજૂ કર્યું હતુ. જેમાં સમગ્ર પ્રેક્ષકો જોડાયા હતાં. સેક્રેટરી ઓમ પ્રકાશ ભટ્ટરના સંચાલન તળે પ્રમુખ શ્રીમતી ચારૃશીલા ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યું અને કાર્યક્રમ અધ્યક્ષ પાર્થિવ મહેતાઍ કાર્યક્રમનો ઉદ્દેશ રજૂ કર્યો જ્યારે કાર્યક્રમના સહ અધ્યક્ષ ડો. પ્રિતેશ જોષી ઍ સ્પંદન સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે સંક્ષિમાં માહિતી આપી. મેનેજિંગ ટ્રસ્ટી ડો. હિતેન ભટ્ટે કલાકારોનો પરિચય આપી અન્ય ટ્રસ્ટી પિયુષ જોષી સાથે બંને કલાકારોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કર્યું. અંતમાં સ્પંદનના ઉપપ્રમુખ  જીગ્નેશ ભટ્ટે આભાર વિધિ કરી અને આ રીતે માત્ર બે કલાકનો કાર્યક્રમ બધાના ઉત્સાહ સાથે ત્રણ કલાકે સમા થયો. સર્વે પ્રેક્ષકો માણેલી ક્ષણો મમળાવતાં વિદાય થયાં અને ઍક અદભુત સંગીતિક પ્રસ્તુતિની પૂર્ણાહુતિ થઈ હતી.