Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

છીરી વલ્લભનગરથી રાતા ખાડી માર્ગ પર અધુરા કામથી હાલાકી

છીરી વલ્લભનગરથી રાતા ખાડી માર્ગ પર અધુરા કામથી હાલાકી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૦ ઃ વાપીના છીરી વલ્લભનગરથી રાતા ખાડી સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા પાંચ મહિનાથી ખોદકામ બાદ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રોડ પર ગટર અને અન્ય કામગીરી માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ કામ અત્યંત ધીમી ગતિઍ ચાલતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. રોજિંદા હજારો વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર ખાડા, ધૂળ અને કાદવને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના છે. ખાસ કરીને સવારે અને સાંજે ટ્રાફિકના સમયે લાંબા જામ સર્જાતા લોકોનો કિંમતી સમય બગડી રહ્ના છે. બે-ચક્રી વાહનચાલકો માટે અકસ્માતનો ભય સતત સતાવી રહ્ના છે.

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં કામગીરીમાં કોઈ ઝડપ જોવા મળતી નથી. માર્ગ કિનારે આવેલી દુકાનોમાં ધૂળના કારણે ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ હોવાથી વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્નાં છે. વરસાદી માહોલ વચ્ચે રોડ પર પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

સ્થાનિકોઍ મહાનગર પાલિકા તંત્ર પાસે માંગ કરી છે કે કામ ઝડપથી પૂર્ણ કરી માર્ગને વહેલી તકે વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવે, જેથી લોકોને હાલાકીમાંથી રાહત મળી શકે.