Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી જે.જે.સી.ના મહેન્દ્રભાઈ છેડાને ‘કચ્છ શકિત ઍવોર્ડ’ અપાશે

વાપી જે.જે.સી.ના મહેન્દ્રભાઈ છેડાને ‘કચ્છ શકિત ઍવોર્ડ’ અપાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ સમગ્ર કચ્છ, ગુજરાત કે દેશમાં જ નહીં, વિશ્વમાં પણ દર વર્ષે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે સતત ૪૭ વર્ષથી અપાતાં શ્રી હેમરાજભાઈ શાહ પ્રેરિત કચ્છશકિત નેશનલ ઍવોર્ડસની રાહ જાવાતી હોય છે. આ વર્ષે ઍની જાહેરાત કરાઈ છે. જેમાં વાપી કચ્છી જૈન સમાજના પૂર્વ પ્રમુખ તથા ૭૦૦થી વધુ સભ્યો ધરાવતી જૈન જાગૃતિ સેન્ટર (જે.જે.સી.)ના પ્રમુખ મહેન્દ્રભાઈ છેડાને તેમના સમાજસેવાના કાર્યો માટે કચ્છ શકિત ઍવોર્ડ આગામી ૧૬મી જૂલાઈઍ યોગી સભાગૃહમાં ઍનાયત કરવામાં આવશે. આ જાહેરાતથી વાપીના કચ્છી સમુદાયમાં આનંદની અને ગૌરવની લાગણી ફેલાઈ છે અને મહેન્દ્રદભાઈ છેડાને અભિનંદન અપાઈ રહ્ના છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ પ્રતિષ્ઠિત ઍવોર્ડ જૈન સોશિયલ ગૃપના અમૃતભાઈ ગાલા તથા દમણગંગા ટાઈમ્સના તંત્રી શ્રીમતી મંજુલાબેન ઉકાણી અને નિવાસીતંત્રી વિકાસ ઉપાધ્યાયને પત્રકારત્વ માટે અપાઈ ચૂકયા છે ઍટલે કે વાપીમાં કચ્છ શકિતનો આ ત્રીજા ઍવોર્ડ આવ્યો છે.