Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

બલીઠામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

બલીઠામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૦ ઃ વાપી મહાનગર પાલિકામાં ઍક વર્ષ પહેલાં સમાવિષ્ટ કરાયેલા ૧૧ ગામોમાં હાઈવે પૂર્વ વિસ્તાર આવેલ બલીઠામાં આજે પણ પાયાની સુવિધાઓનો ગંભીર અભાવ જોવા મળી રહ્ના છે. ભૂગર્ભ ગટર, પીવાનું પાણી, સફાઈ, રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી મૂળભૂત સમસ્યાઓનો હજુ સુધી યોગ્ય ઉકેલ ન આવતા સ્થાનિકોમાં અસંતોષ  છે.

બલીઠા વિસ્તારમાં અનેક જગ્યાઍ જૂની અને તૂટેલી ગટર લાઈનોના કારણે ગંદુ પાણી જાહેર માર્ગો પર વહેતું રહે છે. ખાસ કરીને જીઈબી કચેરી પાછળ આવેલા કબ્રસ્તાન રોડ વિસ્તારમાં ગંદકીના દૃશ્યો સામાન્ય બની ગયા છે. ઘણી જગ્યાઍ ગટર લાઈનો ફૂટી જતા દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્ના છે. ચોમાસું નજીક આવી રહ્નાં હોવા છતાં પ્રિ-મોન્સૂન કામગીરીનો પણ અભાવ જોવા મળી રહ્ના છે.

પીવાના પાણીની વ્યવસ્થામાં પણ અનેક ખામીઓ સામે આવી રહી છે. પાણીની લાઈનો તૂટી જવી કે દબાઈ જવાના કારણે કેટલાક વિસ્તારોમાં ઘરો સુધી નિયમિત પાણી પહોંચતું નથી.

સફાઈ વ્યવસ્થા અંગે પણ મનપા તંત્ર પૂરતું ધ્યાન આપતું નથી. ગંદકીના ઢગલા અને ખુલ્લી ગટરોના કારણે લોકો આરોગ્યને લઈ ચિંતિત બન્યા છે. બીજી તરફ અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ હોવાથી રાત્રે અંધારપટ્ટી સર્જાય છે. ભંડારવાડ વિસ્તારમાં રસ્તાના કામો અધૂરા પડ્યા છે અને સ્ટ્રીટ લાઈટ માટેના પોલ રસ્તા કિનારે મુકાઈ રહ્ના છે, જેના કારણે અકસ્માતનો ભય પણ ઉભો થયો છે.

સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે વાપી મનપા તંત્ર બલીઠા વિસ્તારમાં તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓના વિકાસ માટે વિશેષ આયોજન કરે. અગાઉ ગ્રામ પંચાયત હેઠળ રહેલા વિસ્તારમાં હવે મનપાની આર્થિક સગવડ ઉપલબ્ધ હોવાથી ચૂંટાયેલા કાઉન્સિલરોઍ પાયાના પ્રશ્નોનો સર્વે કરી વિકાસ કાર્યો માટે આયોજનબદ્ધ દરખાસ્તો તૈયાર કરવી જોઈઍ તેવી માંગ ઉઠી છે.

સ્થાનિકોના મત મુજબ બલીઠાનો વિકાસ હવે કાગળો સુધી સીમિત નહીં રહે, પરંતુ જમીન પર કામ દેખાય તે જરૂરી બન્યું છે.