વાપીમાં પ્રથમ મેયરના પદ માટે ઍડીચોટીનું આખરી જાર લગાવાઈ રહ્નાં છે
- byDamanganga Times
- 21 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ વાપી મહાનગરપાલિકામાં મેયર પદ માટે મહિલા સભ્યોના પતિ અને પિતાઍ લોબિંગ શરૂ કર્યું સાથે બિલ્ડર લોબી સક્રિય થઈ છે અને રાજકીય ગોડફાધરોના શરણે ગાંધીનગર અને દિલ્હી સુધી દોડધામ કરતા હોવાની ચર્ચાઍ વાપીમાં જોર પકડ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી મહાનગરપાલિકામાં સત્તાના સિંહાસન માટે ભાજપમાંથી ચૂંટાયેલી ઓબીસી બેઠક ઉપરથી વિજેતા બનેલી પાંચ મહિલા સભ્યોમાંથી ઍકને વાપી મહાનગરપાલિકાના પ્રથમ મેયરપદ મળશે જે નક્કી છે પરંતુ કોને ભાજપ મેયર પદે બેસાડશે તે અંગે અગાઉ પ્રદેશમાંથી આવેલા ભાજપના નિરીક્ષકોઍ દાવેદારોના સેન્સ લીધા હતા અને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટી બોર્ડમાં રજુ કરાયા હતા પરંતુ વાપી મહાનગરપાલિકાના પ્રથમ પ્રમુખ કોણ બનશે તે અંગે હજુ પણ સસ્પેન્સ રહ્નાં છે. જેમાં કેટલાક મહિલા વિજેતા ઉમેદવારના પતિ અને પિતા વાપીના કેટલાક જાણીતા બિલ્ડરોને શરણે પહોંચ્યા હોવાનું પણ કહેવાય છે. આ મેયરપદ મેળવવા માટે સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ સંગઠનને પણ કોરાણમાં મૂકી આગળ વધી રહ્ના હોવા અંગેની ચર્ચા વાપીના ભાજપના અને રાજકીય વર્તુળમાં થઈ રહી છે. જોકે ભાજપ હંમેશા શૈક્ષણિક અને અનુભવી ઉમેદવારને પસંદગી આપશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તો કેટલાકે તો ચેરમેન પદ મેળવવા માટે પણ લોબીંગ શરૂ કરાયું છે. જે અંગે હવે જોવાનું રહ્નાં છે કે આગામી ૨૭ કે ૨૮ મેના રોજ વાપી મહાનગરપાલિકાના મેયર પદ માટે જાહેરનામું આવે તેવી શક્યતા છે.
