Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

મોરાઈથી પાનના ગલ્લાવાળાનું અપહરણ કરી રૂ. ૯૦ હજાર ટ્રાન્સફર કરાવી લીધા

મોરાઈથી પાનના ગલ્લાવાળાનું અપહરણ કરી રૂ. ૯૦ હજાર ટ્રાન્સફર કરાવી લીધા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૯ ઃ વાપીના મોરાઈમાં પાનનો ગલ્લો ચલાવતા ઍક ને ક્રેટા કારમાં આવેલા ત્રણ ઈસમોઍ પોલીસ હોવાનું જણાવી તેમજ તેઓ પાનના ગલ્લા ઉપર ગાંજા નું વેચાણ કરે છે. જે અંગે ધાક ધમકી આપી ક્રેટા કારમાં અપહરણ કરી લઈ જઈ મેરિલ કંપની આગળ નહેર પાસે તેની પાસેથી બળજબરીપૂર્વક મોબાઈલ ફોનમાંથી ૯૦ હજાર ટ્રાન્સફર કરી લેતા અને ત્યારબાદ થોડી જ દીધા હતા જે અંગેની ફરિયાદ વાપી ટાઉન પોલીસમાં કરતા અપહરણ કરનાર બે જીઆરડી અને ઍક હોમગાર્ડ હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના બલિઠા ખાતે આવેલ આલોક કંપનીના ગેટ નંબર બે પાસે સંજયભાઈની ચાલમાં પાનનો ગલ્લો ચલાવતા સુરજ વિજયભાઈ યાદવ આજે વહેલી સવારમાં તેની પાનની દુકાન ઉપર સાત કલાકે પહોંચ્યા હતા તે દરમિયાન ઍક સફેદ કલરની ક્રેટા કાર આવી હતી અને તેમાંથી બે અજાણ્યા ઈસમો ઉતરી તેને જણાવેલ કે તેઓ પોલીસના માણસ છે અને અહીં પાનના ગલ્લા પર તેઓ ગાંજાનો વેચાણ કરી રહ્ના છે.

જે અંગે તારી વિરુદ્ધ ફરિયાદ કરવી પડશે ઍમ કહી તેનો હાથ પકડી ક્રેટા કારમાં અપહરણ કરી લઈ જઈ બલિઠા મેરિલ કંપની આગળની નહેર પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં લઈ જઈ ત્યાં ધાક ધમકી આપી તને ઍનડીપીઍસના કેસમાં ફસાવી દેશું અને તું કાયમી જેલમાં બંધ રહેશે જેવી ધમકી આપી ફરિયાદીના મોબાઇલ ફોનમાંથી ૯૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ તેને ત્યાં ઉતારી દઈ આ અંગે કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખશું તેમ કહી ત્રણેય અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા 

આ અંગેની ફરિયાદ સુરજ વિજય યાદવ દ્વારા વાપી ટાઉન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં આ પાનના ગલ્લા ચલાવનાર ને ધાકધમકી આપી રૂ. ૯૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લેનાર વાપી ટાઉન પોલીસ મથકમાં જીઆરડી અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની ચર્ચા પણ થઈ રહી છે જેમાં વિજય ગોકુળભાઈ ભરવાડ, વાપી, રાજેશભાઈ રમણભાઈ રાઠોડ  ઉદવાડા,પારડ) તથા હોમગાર્ડ સુશીલ સુરેશભાઈ ગુા રહે. અંબિકા પાર્ક વાપી હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી આ અંગેની તપાસ વાપી ટાઉન પોલીસ મથકના પીઍસઆઇ ઍડી ડોડીયા કરી રહ્ના છે.