ભીલાડમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
- byDamanganga Times
- 20 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૯ ઃ આગામી તા. ૨૭/૦૫/૨૦૨૬ના રોજ ઉજવાનાર બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખી ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકનું અધ્યક્ષસ્થાન બી.ઍન. દવે, નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગ દ્વારા સંભાળવામાં આવ્યું હતું.
બેઠકમાં ભીલાડ પોલીસ સ્ટેશનના ભ્ત્ જી.આર. ગઢવી, સરીગામ પોલીસ સ્ટેશનના ભ્ત્ બી.આર. બેરા, શાંતિ સમિતિના સભ્યો, ભીલાડ અને સરીગામ વિસ્તારના હિંદુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ગૌ-રક્ષકો ઉપસ્થિત રહ્ના હતા.
બેઠક દરમિયાન બકરી ઈદ પર્વની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
નાયબ પોલીસ અધિક્ષક બી.ઍન. દવે દ્વારા કુરબાની દરમિયાન કાયદાનું પાલન કરવા તેમજ કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃત્તિ ન કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ કાયદા વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
તેમજ ગૌ-રક્ષકોને કોઈ પણ પ્રકારની માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અને જાતે કોઈ કાર્યવાહી ન કરવા સૂચના આપવામાં આવી હતી.
અંતે હિંદુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા શુભેચ્છા પાઠવી બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.
