ગણદેવીમાં પાલિકાઍ ટેન્કરથી સોસાયટીને પાણી આપવું પડયું
- byDamanganga Times
- 20 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૧૯ ઃ ગણદેવી પાણી ની ટાંકી થી તેલુગુ સોસાયટીમાં પાણી વિતરણ કરતી ૩ ઇંચ ભૂગર્ભ લાઈનમાં ખામી સર્જાતા પાણી માકલા ફળીયા થી આગળ જતું નથી.જેને કારણે ભર ઉનાળે તેલુગુ સોસાયટી નાં ૧૦૦ જેટલા પરીવારો સામે પાણી સમસ્યા સર્જાઈ હતી. પાલિકા ઍ રાઉન્ડ ધ ક્લોક ટેન્કર દોડાવી લોકો ની પ્યાસ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગણદેવી પાણીની ટાંકીથી દમણિયા થઈ માકલા ફળીયા અને તેલુગુ સોસાયટી સુધી પાણી પહોંચાડતી ૩ ઇંચની ભૂગર્ભ લાઈનમાં ખામી સર્જાતા છેલ્લા ઍક સાહથી પાણીનું વિતરણ માકલા ફળીયા પછી આગળ વધી શકતું નથી.
પરિણામે તેલુગુ સોસાયટીના રહેવાસીઓઍ ભર ઉનાળામાં પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘરોમાં પીવાનું પાણી ન પહોંચતા મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સૌથી વધુ પરેશાન બન્યા છે. અનેક પરિવારોને રોજિંદા ઉપયોગ માટે પણ પાણી બચાવીને વાપરવાની ફરજ પડી રહી છે.
સ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈ ગણદેવી પાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી સતત પાણીના ટેન્કરો દોડાવવામાં આવી રહ્ના છે.
પાલિકા રાઉન્ડ ધ ક્લોક ટેન્કર મારફતે પાણી પહોંચાડી લોકોની તાત્કાલિક પ્યાસ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ વધતી ગરમી અને પાણીની વધેલી જરૂરિયાત સામે આ વ્યવસ્થા અપૂરતી સાબિત થઈ રહી છે.
સ્થાનિકોમાં પાલિકા સામે રોષ પણ જોવા મળી રહ્ના છે. રહેવાસીઓનું કહેવું છે કે ભૂગર્ભ લાઈનની ખામી ઝડપથી દૂર કરવામાં આવે અને કાયમી ઉકેલ લાવવામાં આવે ઍ સમય નો તકાજો છે. વોર્ડ નં.૨ તેલુગુ સોસાયટીમાં રહેતી નવનિયુક્ત નગરસેવિકા જયલક્ષ્મી ગાઝૂલ માટે પણ આ સમસ્યા પડકારરૂપ બની છે.
હવે તેઓ પોતાની સોસાયટીના લોકોને પાણીની તંગીમાંથી રાહત અપાવવામાં કેટલા સફળ થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.
