ખેરગામથી ધરતી આંબા જનભાગીદારી અભિયાનનો શુભારંભ
- byDamanganga Times
- 20 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા.૧૯ ઃ સોમવાર ૧૮ મી તારીખે ખેરગામ કુમાર શાળામાં ચાર ગામો પ્રવાવ વાડ રૂજવણી અને ખેરગામ સંલગ્ન ધરતી આબા જનજાતિય જન ભાગીદારી અભિયાનનો શુભારંભ થયો હતો જેની આગોતરી જાણ કરવામાં કે અખબારી યાદી પણ અપાઈ ન હતી.
આછવણી રામેશ્વર મંદિરે ૫ ગામ આછવણી, જામનપાડા, પાણીખડક, ડેબરપાડા, પણંજ નો
તા.૨૦/૦૫/૨૦૨૬ ના રોજ, તોરણવેરા પ્રા.શાળા ખાતે કાકડવેરી, પાટી, ધામધુમા, નડગધરી તોરણવેરાનો શિબિર તા.૨૧/૦૫/૨૦૨૧ ઍ, બહેજ પ્રા.શાળા ખાતે બહેજ, ગૌરી, વડપાડા, ચીમનપાડા ગામનો તા.૨૨/૦૫/૨૦૨૧ તથા નાંધઈ ગુેશ્વર મહાદેવ મંદિર ખંડ માં નાંધઈ, નારણપોર, ભૈરવી અને પેલાડી ભૈરવી ગામનો શિબિર થશે.
ભારત સરકાર ધ્વારા ધરતી આબા (ડીઍ) જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (જેજીયુઍ) (ઝ઼ખ્-થ્ઞ્શ્ખ્)અને પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહાઅભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં સંબંધિત વિભાગો સાથે સંકલન કરી જનભાગીદારી અભિયાન (સબસે દુર સબસે પહેલે)નો કાર્યક્રમ તા.૧૮ થી ૨૫ મે- ૨૦૨૬ દરમિયાન આયોજિત થયેલો છે. સમાવિષ્ટ ગામોના આદિવાસી લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવા તેમજ જાગૃતિ લાવવા અવેરનેસ અને સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સભ્યઓ અને ગામ આગેવાનો ગ્રામજનોને હાજર રહેવા તાલુકા વહીવટી તંત્ર ખેરગામ દ્વારા હાર્દિક નિમંત્રણ છે.
