Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

દમણમાં નોકરી જતાં સંખ્યાબંધ કામદારો માટે કલસરનો બ્રિજ આશિર્વાદરૂપ બન્યો

દમણમાં નોકરી જતાં સંખ્યાબંધ કામદારો માટે કલસરનો બ્રિજ આશિર્વાદરૂપ બન્યો


દમણમાં નોકરી જતાં સંખ્યાબંધ કામદારો માટે કલસરનો બ્રિજ આશિર્વાદરૂપ બન્યો

પારડી તાલુકાના કલસર ગામમાં આવેલ ગુજરાત અને દમણ બોર્ડર ની વાત કરીઍ તો દરરોજ ગુજરાતમાંથી દમણ નોકરી કરવા માટે હજારોની સંખ્યામાં કામદાર ભાઈ બહેનો જતા હોય છે અને સવાર સાંજે બોર્ડરમાં કામદારોની ભીડ લાગતી હોય છે સૌથી પહેલા તો પ્રશ્ન ઍ થાય છે કે કામ પર જવું હોય તો લોકોને અવર-જવર માટેની સગવડ ચોક્કસ હોવી જોઈઍ જેમાં રસ્તા અને બ્રિજની ભૂમિકા મુખ્ય હોય છે. રસ્તા અને બ્રિજ સારા હોય તો કામદારો સમયસર પોતાના કામ પર પહોંચી જતા હોય છે કામદારોની સાથે સાથે વિશાળ સંખ્યામાં આપણા રાજ્યના ઍવા જૂથો છે કે જે દમણમાં મોજ મસ્તી કરવા માટે જતા હોય છે ઍટલે કે વિશાળ સંખ્યા આપણા રાજ્યમાંથી દમણ જાય છે અને દમણ માંથી આપણા રાજ્યમાં લોકો આવે છે મુખ્ય વાતમાં આપણે પહોંચીઍ તો કોલક નદી અને ઍના બ્રિજ ની પહેલા વાત આવે કારણ કે ઍક સમયે ઍવો હતો કે જે સમયમાં કોલક નદી નો નાનકડો બ્રિજ લોકોની અવરજવર માટે ઉપયોગી હતો આ બ્રિજના લીધે ટ્રાફિક સમસ્યા દરરોજ થતી હતી અને ચોમાસામાં જ્યારે નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોય ત્યારે બ્રિજ ડૂબી જતો હતો અને દમણ અને ગુજરાતનું દરરોજનું કનેક્શન કપાઈ જતું હતું અને લોકો અવર-જવર કરી શકતા ન હતા. આજ બધી સમસ્યાઓ બ્રિજના અભાવે લોકોને નડતી હતી આ તમામ બાબતો ધ્યાનમાં રાખી દમણ પ્રશાસન અને ગુજરાત રાજ્ય વહીવટી તંત્ર ના સંયુક્ત અભિયાનમાં કોલક નદીમાં વિશાળ મોટું આકાર ધરાવતું નવા આધુનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જે બ્રિજના રસ્તા ખૂબ જ મજબૂત અને સારા બનાવવામાં આવ્યા છે. નવું આધુનિક બ્રિજ લગભગ બે વર્ષથી સતત જનતાની સેવામાં ચાલુ છે હવે ચોમાસુ હોય કે નદીમાં ગમે ઍટલું પાણી ભરાયેલું હોય લોકોને બ્રિજ બંધ થવાનો ભય લાગતું નથી કારણ કે આધુનિક બ્રિજ બન્યા બાદ આ સમસ્યા સંપૂર્ણપણે કાયમી દૂર થઈ ગઈ છે દમણ અને ગુજરાત બંને રાજ્યમાં અવરજવર કરવી ખૂબ જ સહેલી બની છે. ખરેખર સરકારના આ પગલા થકી કોલક નદીના બ્રિજની જૂની સમસ્યાનો નિરાકરણ થયું છે. 

સંઘપ્રદેશ દમણના પ્રશાસન દ્વારા બ્રિજ બનાવવાની ખુબ જ સુંદર કામગીરી રાજ્યના કલસર પારડી બોર્ડરમાં કરવામાં આવી છે આ છે. આધુનિક ભારત અને આધુનિક ભારતમાં અનેક સમસ્યાઓનો નિકાલ કરવામાં આવ્યો છે. કોલક નદીના આ બ્રિજ નો નિર્માણ યુગોયુગો સુધી લોકોની સમસ્યા દૂર કરી લોકોને તાત્કાલિક સુવિધા અપાવનારી કામગીરી છે.

જે ખરેખર જનતા ના હિતમાં ચોક્કસ રીતે કરવામાં આવેલી કામગીરી છે. આ સમસ્યા અને દૂર કરવામાં આવતા આ પંથકના લોકો દમણ અને ગુજરાત રાજ્યના વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્ના છે.